Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા નવી બે મોબાઈલ ટેક્સ કલેકશનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓન કોલ ટેક્સ કલેકશનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મોબાઈલ ટેક્સ કલેકશન વેન અલગ-અલગ વોર્ડમાં અલગ-અલગ સ્થળોએ અને સમયે ઊભી રાખવામાં આવશે.
ઓન કોલ્સ ટેક્સ કલેકશન માટે ઓફિસ સમય દરમિયાન વૈભવ મહેતા (મો. ૭૯૯૦ર ૦૧૦પર) નો સંપર્ક કરવાનો રહેશે. જેમને એસેસી નંબર આપવાનો રહેશે. જેથી વેરાનો હિસાબ કરી કર્મચારી ઘરેથી વેરો ઉઘરાવી જશે.
મોબાઈલ ટેક્સ કલેકશન વેન દરરોજ સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ અને બપોરે ૩ થી પ.૩૦ વાગ્યા સુધી ઊભી રહેશે. જેમાં તા. ૧૩-૧-ર૦રપ ના સવારે લાલપુર બાયપાસ ચોકડી અને બપોરે સમર્પણ હોસ્પિટલ સર્કલ, તા. ૧પ ના સવારે દિગ્જામ સર્કલ અને બપોરે ખોડિયાર કોલોની, ક્રિષ્ના સ્કૂલ, તા. ૧૬ ના સવારે કાલાવડ નાકા પાસે, બપોરે મહાપ્રભુજીની બેઠક,
તા. ૧૭ ના સવારે હાપા માર્કેટ યાર્ડ, બપોરે જી.ડી. શાહ સ્કૂલ, શાંતિવન, તા. ૧૮ ના સવારે આશાપુરા હોટલ (શરૂસેકશન) બપોરે આદર્શ સ્મશાન પાસે, તા. ર૦ ના સવારે ત્રણબત્તી બપોરે પંચેશ્વર ટાવર, તા. ર૧ ના પટેલ કોલોની શેરી નં. ૬, રોડ નં. ૪, બપોરે ગાંધીનગર બસ સ્ટેન્ડ, તા. રર ના સવારે જીઆઈડીસી જકાત નાકા, બપોરે નવાનગર સોસાયટી, તા. ર૩ ના સવારે મેહુલનગર રોડ, દેરાસર પાસે, બપોરે રોઝી પમ્પ, સત્યમ કોલોની, તા. ર૭ ના સવારે રડાર રોડ, આશાપુરા હોટલ, બપોરે નાઘેડી સબ સ્ટેશન.
તા. ર૮ ના સવારે ગ્રીન સિટી, બપોરે ઠેબા બાયપાસ ચોકડી, તા. ર૯ ના સવારે એમ્યુઝમેન્ટ પાર્ક, બપોરે નુરી ચોકડી, તા. ૩૦ ના સવારે મહાકાળી સર્કલ, બપોરે પ્રણામી-પ, સાંઢીયા સ્કૂલ, તા. ૩૧-૧-ર૦રપ ના સવારે રામેશ્વર ચોક, બપોરે સ્વામિનારાયણનગરમાં ટેક્સ કલેકશન વેન ઊભી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial