Advertisement
Author: નોબત સમાચાર

પાયલ ગોટીના પ્રશ્ને ર૪ કલાકમાં પગલાં લેવા પરેશ ધાનાણીનું રાજ્ય સરકારને એલ્ટીમેટમ

અમરેલીના લેટરકાંડ પછી રાજકીય ખેંચતાણ પરાકાષ્ટાએ

અમરેલી તા. ૧૦: અમરેલીના લેટરકાંડે રાજકીય ધમાસાણ ઊભું કર્યું છે અને પાયલ ગોટીના પ્રશ્ને કડક પગલાં લેવા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને એલ્ટીમેટમ આપતા ખળભળાટ મચ્યો છે.

અમરેલી લેટરકાંડ હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વરઘોડાએ રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટી ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે પાટીદાર દીકરી સાથે થયેલ અન્યાય સાખી નહીં લેવાય તેવી ધાનાણીએ ચિમકી ઉચ્ચારી પાયલની પડખે રહેનાર પરેશ ધાનાણીએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલાં લેવાની ઉગ્ર માંગ કરતા આંદોલનની ચિમકી આપી.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારને પડકાર ફેંકતા સવારે ૧૦ વાગ્યા સુધી સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ધાનાણીએ કહ્યું કે ર૪ કલાકની અંદર આ મામલે પગલાં નહીં લેવાય તો આ આંદોલન ફક્ત અમરેલી પૂરતું સીમિત રહેશે નહીં. ધાનાણીએ પાયલ ગોટી સાથે ગેરવર્તન કરનાર જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી આ લડાઈ ફક્ત માત્ર પાયલ ગોટી કે પાટીદારની નહીં, પરંતુ સમગ્ર સમાજની દીકરીઓની લડાઈ છે.

પરેશ ધાનાણીએ અગાઉ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી પાટીદાર છોકરીને ન્યાય અપાવવા સમાજના આગેવાનો અને નેતાને હાકલ કરી હતી. ધાનાણીએ આજે સરકારને અલ્ટીમેટમ આપતા પાયલને પટ્ટો મારનારના પટ્ટા ઉતારવા સામે પડકાર ફેંક્યો. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, લાજ લેનારા સામે લડત આપીશું. ભરબજારમાં કુંવારી કન્યા પાટીદાર દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢનાર સામે પગલાં નહીં લેવાય તો આવતીકાલે મારી કે તમારી દીકરી સલામત નહીં રહે.

નકલી લેટરકાંડમાં અમરેલી જિલ્લા પોલીસે પાયલ ગોટીની અટકાયત કરી હતી અને તેના પછી જાહેરમાં પાટીદાર દીકરી પાયલનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જો કે થોડા જ સમયમાં પાયલ ગોટીની જેલમાંથી મુક્ત કરાઈ હતી. બહાર આવ્યા પછી પાયલ ગોટીએ જાહેરમાં પોલીસ પર પટ્ટાથી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. પાયલને ન્યાય અપાવવા મેદાને પડેલ પરેશ ધાનાણી અને તેમના સહયોગી ગઈકાલે એક દિવસના ઉપવાસ પર ઉતર્યા હતાં. ધાનાણીએ નકલી લેટરકાંડ મામલે ચર્ચા કરવા કૌશિક વેકરિયાને જાહેર આમંત્રણ આપ્યું હતું. રાજકમલ તેના ચર્ચાનો ચોરો કાર્યક્રમમાં કૌશિક વેકરિયાને પોતે નિર્દોષ હોય તો સાબિત કરવાની હાકલ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh