Advertisement
Author: નોબત સમાચાર

હડમતીયાના ખેડૂત પાસેથી રૂા.૬ લાખ ઉપરાંતનો કપાસ મેળવી વેપારીનો ઠેંગો

ગોંડલ યાર્ડના વેપારી સામે પોલીસમાં ફરિયાદઃ

જામનગર તા.૧૦ : જામનગર તાલુકાના હડમતીયા (મતવા) ગામના એક ખેડૂતે ગયા માર્ચ મહિનામાં ગોંડલ માર્કેટીંગ યાર્ડના એક વેપારીને રૂા.૬ લાખ ઉપરાંતનો કપાસ પોતાના ખેતરેથી ટ્રકમાં ભરી આપ્યા પછી તેની રકમ વેપારીએ ન ચૂકવતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી છે.

જામનગર તાલુકાના હડમતીયા (મતવા) ગામના ખેડૂત સંજયભાઈ સવજીભાઈ ધામેલીયા છેલ્લા ત્રણેક વર્ષથી પોતાની ખેત ઉપજ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં વેપાર કરતા મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના જીતેન કલાલને આપતા હતા અને જીતેન તેઓની ઉપજ સામે પૈસા આપી વેચાણ વ્યવહાર કરતો હોવાથી બંને વચ્ચે પરિચય હતો.

તે દરમિયાન ચાલુ વર્ષે સંજયભાઈએ કપાસ ઉગાડ્યો હતો. તે કપાસ વેચાતો લેવા માટે જીતેન કલાલે વાતચીત કર્યા પછી ગઈ તા.૧૦ માર્ચ ૨૦૨૪ના દિને જીજે-૩-ડબલ્યુ ૮૩૦૧ નંબરનો ટ્રક લઈને જીતેન હડમતીયા આવ્યો હતો. તેણે સંજયભાઈના ખેતરેથી રૂા.૧૫૦૫ લેખે મણ કપાસનો સોદો કરી કુલ ૪૦૭ મણ કપાસ ટ્રકમાં ભરાવી લીધો હતો અને તેની રકમ રૂા.૬૧૨૫૩૫ પછીના દિવસે આંગડીયાથી મોકલી આપવા વાત કરી હતી.

તે પછી બીજા દિવસે તે રકમ ન આવતા સંજયભાઈએ ફોન કર્યાે હતો. બપોર પછી પૈસા મોકલાવું છું તેમ કહી જીતેને પોતાનો મોબાઈલ જ બંધ કરી દેતા છેતરાઈ ગયાની લાગણી અનુભવતા સંજયભાઈએ આખરે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૨૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh