Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભા શિયાળુ સત્ર
વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ૧૯-ફેબ્રુઆરીથી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પદભાર પછી તેમનું ચોથું અંદાજપત્ર છે. આ વખતે કંઈક નવું પ્રેરણાદાયી બજેટ તથા પુરાંતવાળુ બજેટ રહેશે.
પંદરમી વિધાનસભાનું આ બજેટ સત્ર ૩૧-માર્ચ સુધી ચાલશે, જેમાં ૭ વિધેયક પસાર કરવામાં આવશે.
નળ સરોવરમાં પુનઃ બોટિંગ શરૂ કરાશે
આણંદ નજીક નળસરોવર પક્ષી અભિયારણ્ય તરીકે જાણીતું પ્રવાસન સ્થળ છે. પણ હરણીકાંડ (વડોદરા) પછી બોટિંગ બંધ કરાતા ૩૦૦ થી વધુ હોડી ચલાવતા વહાણવટીઓના ઘરના ચૂલા પણ બંધ થઈ જતા સરકારને રજૂઆત મળતા પુનઃ ચાલુ કરવાના ચક્રો ગતિમાન થઈ રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ વર્ષે યાયાવરણ પક્ષીઓનો ઢગલો થઈ ગયો હતો. શિયાળાની ઋતુમાં યુરેશિયા, રશિયા, ચીન જેવા દેશોમાંથી પક્ષીઓ આવતા હોય છે. ફલેમિગો, પેલિકન, મોટી ચાંચવાળા બગલા, સાયબિરીયન ક્રેન (બગલા) સાથે સુંદર પક્ષીનો નજારો જોવા મળે છે. અમદાવાદથી નજીક હોય, શનિ-રવિવારના દિવસોમાં પ્રવાસીઓ એક દિવસની મોજ માણતા હોય છે.
પ્રશાંત દયાળની પત્નીનું અવસાન
ગુજરાત પત્રકારત્વમાં બોલ્ડ પત્રકાર તરીકે નામના મેળવનાર પ્રશાંત દયાળ મરાઠી છે. પણ તેનો ઉછેર દાદા સાથે અમરેલીમાં થયો છે. ગાયકવાડ સરકારમાં દાદા અમરેલી હતા તેથી માતા-પિતા એજીમાં અમદાવાદમાં સેવા આપતા હતાં. તેથી તેનો ઉછેર દાદાએ કર્યો છે.
પત્રકારત્વના ક્ષેત્રમાં મૂળ ગાંધીયન સંસ્કાર મેળવેલ છે. અનેક સંસ્થા, અનેક બૌધિષ્ઠો સાથે કાર્ય કરેલ છે. હાલ 'નવજીવન' ગાંધીયન ચેનલમાં કપ્તાન તરીકે કામ કરી નવ યુવાનોને પ્રેરણાદાયક શિક્ષણ પણ આપે છે. તેમના પત્ની 'શિવાની' નું ટૂંકી માંદગીથી અવસાન થયું છે. પ્રશાંતને સાંત્વના આપવા રાજકારણી, પોલીસકર્મી, સામાજિક આગેવાનો, ગાંધીયન સહિત નાના-મોટા અબાલ-વૃદ્ધ પત્રકારો અમદાવાદમાં આટલો સમૂહ જોવા મળ્યો હતો.
પતંગ મહોત્સવ
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના વરદ્ હસ્તે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ તા. ૧૧ ના સાબરમતી ઉપરથી શરૂ કરી વિવિધ સ્થળો પર ભવ્ય આયોજન થશે. વિદેશી પતંગવીરો અમદાવાદમાં પરેડ કરી શુભારંભ કરશે.
ધારાસભ્યોની પરિચય પુસ્તિકામાં વિલંબ કેમ...?
૧પમી વિધાનસભાના ધારાસભ્યોના "પરિચય પુસ્તિકા" હજુ સુધી તૈયાર થઈ નથી. જેમાં ધારાસભ્યોનો પરિચય હોય છે. પ્રતિવર્ષ કરતા ગતિ ખૂબ જ ઢીલી છે. કારણ આયારામ-ગયારામ વધતા વિલંબ થયો હોવાનું સૂત્રો કહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial