Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના લીમડાલેનમાં દોઢસોથી વધુ વર્ષ જુની પાંજરાપોળમાં મકરસંક્રાંતિ પર્વે દાનનો અવસર

૫રિવાર-મિત્રમંડળ સાથે મુલાકાત લઈ સેવા પ્રવૃત્તિઓ નજરે નિહાળો

 જામનગર તા. ૧૦: જામનગર શહેરની સૌથી જુની ૧૧૦૦ ગાયોના નિભાવ કરતી પાંજરાપોળને મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે દાન આપવા અ૫ીલ સાથે આજીવન ગૌ દાનની યોજનામાં પણ સહભાગી બનવા દાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જે ૧૫૨ વર્ષ જુની છે. ત્યાં ૧૧૦૦ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં અપંગ-વૃદ્ધ-સુરદાસ - બિમાર તથા માતા વગરના ગાયોના નાના વાછરડાઓને રોજ દૂધ પિવડાવીને વર્ષોથી નિભાવ કરવામાં આવે છે. ગૌશાળામાં દરેક ગાય માતાને જુદા જુદા વાડામાં રાખવામાં આવે છે. બિમાર-સુરદાસ-અપંગ-વૃદ્ધ-નાની વાછરડીના વાડાઓ અલગ તથા તેના માટેનો ખોરાક પણ નિયમિત લીલુ-મકાઇ-ગોળ-ખોળ કપાસીયા તમામ જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. ગૌશાળામાં ૨૪ કલાક વર્ષોથી પશુ ચિકિત્સકની સેવા ઉપલબ્ધ કરાવાઇ છે.

 જામનગર શહેર અને જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થા તથા બહોળા પ્રમાણમાં સેવાભાવી દાતાઓ છે. જે સર્વેને જામનગર પાંજરાપોળના સંચાલકોની વિનંતી છે કે એકવાર રૂબરૂ પાંજરાપોળ ગૌશાળાની મુલાકાત લ્યો અને પરિવાર અથવા મિત્ર વર્તુળ વગેરેને બતાવો કે પાંજરાપોળમાં ગાયોનો નિભાવ કઇ રીતે થાય છે.

નાના ખડબામાં પણ પાંજરાપોળ-ગૌશાળા

 આ ઉપરાંત જીવદયા પ્રેમીઓને જણાવવાનું કે, જામનગર જિલ્લામાં લાલપુર તાલુકામાં આવેલા નાના ખડબા ગામમાં પણ બીજી પાંજરાપોળ ગૌશાળા વર્ષોથી કાર્યરત છે. આ બંને ગૌશાળા ૧૫૨ વર્ષથી હજારો અબોલ મુંગા જીવોનો આજીવન નિભાવ કરતી સંસ્થા છે. જેમાં બારેમાસ સેંકડો નિરાધાર પશુઓ અકસ્માતમાં ધવાયેલા પશુઓને વિનામૂલ્યે સારવાર અપાય છે.

 હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનો પર્વ આપણા માટે ખુબ જ મોટો તહેવાર તો છે જ. પણ સાથે સાથે આપણા જીવનમાં પુણ્યનું ભાથુ બાંધવા માટે ગાયોને દાન આપવાનો મોટો દિવસ છે. આપનું સંક્રાંતિદાન ગાય માતા માટે કેટલું અમૂલ્ય છે કે જેનાથી મુક પ્રાણીને ખોરાક - પાણી-સારવાર તથા તંદુરસ્ત જીવન મળે છે. ગૌશાળામાં હવા ઉજાશવાળો મોટો ડોમ, પંખા તથા દર મહિને હેલ્થ ચેકઅપ રાખવામાં આવે છે.

 આ સાથે જામનગરના પાંજરાપોળના સંચાલકો દ્વારા છોટી કાશીના સર્વે દાતાઓને અપીલ કરવામાં આવે છે કેે, જામનગર પાંજરાપોળ ગૌેશાળા લીમડાલાઇન ભૂમિ પ્રેસની બાજુમાં આવેલી છે. જયાં આપણા સર્વે પિતૃ માટે મકરસંક્રાંતિના દિવસે ગાયોને દાન આપી ખૂબ જ મોટું પુણ્ય મેળવવા અને પાંજરાપોળમાં દાન આપવા સર્વેને અપીલ છે.

પાંજરાપોળોમાં આજીવન ગૌદાનનો અનુરોધ

જામનગરની પાંજરા પોળમાં આજીવન ગૌ દાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આપ આપના પિતૃઓની પુણ્યતિથિ, જન્મ દિવસ, શુભ પ્રસંગ, ઘરનું વાસ્તુ માટે આજીવન દાન રૂા. ૧૫,૦૦૦/- આપવાથી તેના વ્યાજની રકમમાં જ આપે આપેલી તિથિના દિવસે ગાયોને ઘાસ ચારો આપના પરિવારના હસ્તે નાખવામાં આવશે તેમજ પાંજરાપોળના કાયમી બોર્ડ પર દાતાઓનું નામ પણ રહેશે. સંસ્થાની ઓફિસમાં કાયમી ફોટો તથા તિથિ દાનના રૂા. ૩૦,૦૦૦/-નું દાન નકકી કરાયું છે. ગાય માતાને લીલો ચારો, ખોળ-ગોળ, કપાસીયા, લાડુંનું દાન પક્ષી માટે ચણનું દાન, બીમાર ગૌવંશ માટે દવાનું દાન આપવાથી માતા પિતા તેમજ સર્વે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કોરોનાની મહામારી પછી જામનગરની પાંજરા પોળમાં દાનની આવક ખૂબજ ઘટી ગઇ ત્યારે જામનગરની પાંજરાપોળના સંચાલકો દ્વારા શહેરના શ્રેષ્ઠીગણ દાતાઓને મકરસંક્રાંતિના દિવસે બહોળા પ્રમાણમાં દાન આપવા માટે તેમજ ગૌ શાળામાં આપના બાળકોને ગાયમાતાના આશીર્વાદ લેવા અચુક પધારવા પાંજરાપોળના સંચાલકો દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh