Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય સફાઈકર્મી મહામંડળની રજુઆત
ખંભાળિયા તા. ૧૮: ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય સફાઈ કામદાર મહામંડળના પ્રમુખશ્રી કસ્તુરભાઈ મકવાણા તથા મહામંત્રી રમેશ વાઘેલા દ્વારા રાજ્યની નગરપાલિકા ઓમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને મહેકમ ખર્ચની મર્યાદાના દાયરામાંથી મુકિત આપવા વિસ્તૃત રજૂઆતો કરી છે.
રજૂઆતમાં મહત્ત્વનો મુદ્દો લેવાયો છે કે રાજયની નગર પાલિકાઓમાં મહેસુલી આવક તથા પગાર ભથ્થા વિષયક ગ્રાંટની કુલ આવક સામે કર્મચારીઓનું પગારખર્ચ ૪૮ ટકાથી વધવુ ના જોઈએ તે નિયમ છે.
પાલિકાઓમાં તમામ કર્મીના પગારો સાથે ફરજીયાત સેવાના સફાઈ કર્મીના પગાર પણ મહેકમ ખર્ચમાં લેવાતા મહેકમ ખર્ચની ટકાવારી ઉંચી થઈ જાય છે. આને કારણે સફાઈ કામદારોની જગ્યાની ભરતી, ઉચ્ચતર પગાર ધોરણ વિ. મળી શકતા નથી.
આ નિયમો જયારે પાલિકાઓ પર રાજ્ય સરકારનું નિયંત્રણના હતું અને આડેધડ ખર્ચાઓ અને ભરતીઓ સ્થાનિક તંત્ર દ્વારા થતી ત્યારે થયું હતું. ૨૦૦૧થી રાજ્યની પાલિકાઓમાં ચીફ ઓફિસર, ઈજનેર, એકાઉન્ટન્ટ જેવી મહત્ત્વની જગ્યાઓ કોમન કેડટમાં ફેરવાતા હાલ રાજયની પાલિકાઓ સરકારના સંપૂર્ણ નિયંત્રણમાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial