Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીમવાસ પાસે થયેલા હુમલાની કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧૮ : જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસ પાસે એક યુવાન પર શનિવારે રાત્રે એક મહિલા સહિત ચારે છરી-પાઈપથી હુમલો કર્યાની રાવ કરવામાં આવી છે. જ્યારે અલીયાબાડામાં અમને કેમ સંભળાવે છે તેમ કહી ચાર શખ્સે એક યુવાનને ધોકાવી નાખ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસ શેરી નં.૧માં રહેતા માનવ ઉગાભાઈ વઘેરા ઉર્ફે મહાનામ નામના યુવાન પર શનિવારે રાત્રે છરી, પાઈપ, પથ્થર વડે હુમલો કરાયો હતો. ઘવાયેલા માનવને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેણે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ ત્યાં જ રહેતા સુનિલ ઉર્ફે ધમા વિપુલભાઈ સાથે તેને દોઢેક વર્ષ પહેલાં માથાકૂટ થઈ હતી. તે પછી શનિવારે રાત્રે જ્યારે માનવ શેરી નં.૧ના ગેટ પાસેથી જતો હતો ત્યારે સુનિલ તથા તેના ભાઈ આકાશે રોકી લઈ અહીંથી નીકળવાની ના પાડી છે તો કેમ નીકળશ તેમ કહી બોલાચાલી શરૂ કર્યા પછી ગાળો ભાંડી હતી અને બંને શખ્સે છરી વડે હુમલો કરી પગ તથા પડખામાં છરી હુલાવી દીધી હતી. આ વેળાએ મુકેશ વિપુલભાઈ ઉર્ફે ચીનો તથા સુનિલની પત્ની પણ આવી ગયા હતા. તેઓએ પાઈપથી હુમલો કરી માનવને બેફામ માર માર્યાે હતો અને ધમકી આપી હતી. પોલીસે ચારેય સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના અલીયાબાડા ગામમાં હબીબનગરમાં રહેતા રાજેશ છગનભાઈ માટીયા શનિવારે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાંથી માનસિક અસ્થિર યુવાન નીકળતા રાજેશે તેને રખડવાનું બંધ કરી કામ ધંધો કરવાનું કહેતા ત્યાં હાજર નાગજી બુધા પડસારીયા તથા કલ્પેશ કમા પડસારીયા નામના શખ્સોએ અમને કેમ સંભળાવે છે તેમ કહી બોલાચાલી કર્યા પછી નજીકમાં પડેલો કુહાડો ઉઠાવી રાજેશને હાથ તથા પગમાં ફટકાર્યાે હતો. ત્યાં આવી ગયેલા બુધા નાજા તથા કમા નાજા પડસારીયાએ પણ માર મારતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા રાજેશને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial