Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ છે... આપણી ટ્રાફિક પોલીસ
જામનગર તા. ૧૮: જામનગરમાં ટુ-વ્હીલર વાહન ચાલકો પાસેથી ફરજીયાત હેલ્મેટના નિયમની અમલવારી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આ નિયમની ખાસ કરીને સિટી વિસ્તારમાં અમલવારી સામે લોકોમાં સરકારની ગરીબ અને મધ્યમવર્ગની જનતાને દંડ ફટકારવાની નીતિ રીતિ સામે અતિ ઉગ્ર આક્રોશ ફેલાયો છે. સમગ્ર જામનગરમાં ટ્રાફિક નિયમન અને વ્યવસ્થામાં આપણી ટ્રાફિક પોલીસ મહદઅંશે નિષ્ક્રીય અને નિષ્ફળ જ પુરવાર થઈ છે. મનપા સાથે સંકલનના અભાવે રસ્તા પરના દબાણો-લારીઓ હટાવાતા નથી. પાર્કિંગ અને ફુટપાથો ગાયબ જેવી સ્થિતિ છે. ખાડાવાળા માર્ગો, આડેધડ સ્પીડબ્રેકરો, રખડતા ઢોરની સમસ્યાથી કોઈપણ જાતના નિયંત્રણ વગર ટ્રાફિક રામ ભરોસે ચાલે છે. સમજુ પ્રજા સ્વયંભૂ નિયમોનું પાલન કરે છે અને આ સમસ્યાઓને સહન કરે છે. તેવામાં હવે ફરીથી હેલ્મેટ પહેરોનું ભૂત ધુણવા લાગ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટુ-વ્હીલર વાહનચાલકોને મુખ્ય ચોક પર રોકીને અને સીસીટીવી કેમેરા સીસ્ટમથી ૫૦૦-૫૦૦ રૂપિયાનો દંડ હેલ્મેટ નહીં પહેરી હોવા અંગે વસૂલ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક પોલીસ વિભાગમાં ઘણાં સમયથી સ્ટાફની અછત છે ના ગાણાં ગવાય રહ્યા છે. ફીકસ પગારવાળા સહાયકોની ભરતી થઈ છે. પણ આ આખો કાફલો ટ્રાફિક નિયમન કરવા કે અન્ય સંલગ્ન ફરજ બજાવવાના બદલે અર્થાત હંધાય કામ પડતા મૂકીને હેલ્મેટ પહેર્યા વગરના ટુ-વ્હીલર વાહનચાલકોને દંડવામાં કામે લાગ્યા છે !
આ કાર્યવાહીમાં કેવો અતિરેક સાથેનો છબરડો થઈ રહ્યો છે તેનું એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જામનગરમાં પીડબલ્યુડી કચેરી પાસે એક બોલેરો કાર ચાલકને હેલ્મેટ પહેર્યા વગર કાર ચલાવવા બદલ રૂપિયા પાંચસોના દંડ ફટકારી પાવતી આપવામાં આવતા આપણી ટ્રાફિક પોલીસ કેવી કામગીરી કરી રહી છે, તે દર્શાવે છે.
નરસીભાઈ મેઘાભાઈ સાદીયા નામના બોલેરો ચાલક (બોલેરો કાર નં. જીજે-૧૦-જીએચ-૦૦૭૭)ને દંડ ફટકારવામાં આવ્યો હોવાના સમાચાર પાળતી સાથેના મેસેજ સોશ્યલ મિડીયામાં વ્યાપકપણે વાયરલ થતાં સમગ્ર શહેરમાં હેલ્મેટ અંગેની આ કાર્યવાહી ટીકા સાથે ટોક ઓફ ધી ટાઉન બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial