Advertisement
Author: નોબત સમાચાર

જમાઈને ગળાટૂંપો આપનાર અને મૃતદેહ ઠેકાણે પાડનાર સાસુ, સસરા, સાળાને સજા

સસરાને ફટકારવામાં આવી આજીવન કેદની સજાઃ

જામનગર તા.૧૮ : જામનગરના સિદ્ધાર્થનગરમાં સસરાના ઘેર આવેલા એક યુવાનની સાડા ત્રણ વર્ષ પહેલાં હત્યા થઈ હતી. તેનો અર્ધ સળગેલો મૃતદેહ અવાવરૂ કૂવામાંથી મળ્યો હતો. પોલીસે તપાસના અંતે આ યુવાનના સસરા, સાસુ, સાળાની ધરપકડ કરી હતી. અદાલતે સસરાને આજીવન કેદની સજા ફટકારી છે.

જામજોધપુર તાલુકાના લલીત રામજીભાઈ સોંદરવા નામના યુવાનના લગ્ન જામનગરના ખેતીવાડી ફાર્મ નજીક સિદ્ધાર્થનગરમાં રહેતા પાલાભાઈ અરજણભાઈ કટારીયાની પુત્રી સાથે વર્ષ ૨૦૨૧ પહેલાં થયા હતા. તે પછી તેણીને પતિ લલીત પજવતો હતો.

તે પછી જામનગર સસરાને ત્યાં આવતો લલીત સાળાવેલી પર પણ નિર્લજ્જ હુમલો કરતો હતો ત્યારે સસરા પાલાભાઈ જોઈ ગયા હતા. તેમ ન કરવા સસરાએ જમાઈને સમજાવટ કરી હતી પરંતુ લલીતનું વર્તન સુધર્યું ન હતું. તે દરમિયાન ગઈ તા.૧૭ માર્ચ ૨૦૨૧ની રાત્રે જુના રેલવે સ્ટેશનથી આગળ આવેલી ફોરેસ્ટ કોલોની પાછળના વાડી વિસ્તારમાં એક કૂવામાંથી અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેને પોલીસે કબજે કરી શરૂ કરેલી તપાસમાં આ મૃતદેહ લલીત રામજીભાઈ સોંદરવાનો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તપાસ આગળ ધપાવતા તા.૧૬ના દિને જામનગર સસરા પાલા ભાઈના ઘેર આવેલા જમાઈ લલીત લાપત્તા હોવાનું ખૂલ્યું હતું અને પોલીસે પાલાભાઈ તેમજ તેના પુત્ર બિપીન ઉર્ફે વિપુલ અને પત્ની જયાબેનની પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે, તા.૧૬ની રાત્રે નશો કરીને સસરાના ઘેર ખાટલામાં સૂતેલા લલીતને સસરા પાલાએ ઓઢણીથી ગળાફાંસો આપી પતાવી દીધા પછી પુત્ર બિપીન તથા પત્ની જયાબેનને બોલાવ્યા હતા. આ વ્યક્તિએ એક રિક્ષામાં મૃતદેહ મૂકી ફોરેસ્ટ કોલોની પાછળ અવાવરૂ કૂવામાં મૃતદેહને ફેકી તેના પર પેટ્રોલવાળી ઓઢણી નાખી દીવાસળી ચાંપી દીધાનું કબૂલ્યું હતું. પોલીસે મૃતકના ભાઈ સંજયની ફરિયાદ પરથી સાસુ, સસરા, સાળા સામે આઈપીસી ૩૦૨, ૨૦૧, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષે દલીલ કરી હતી કે આરોપીઓએ આ યુવાનને પતાવી દઈ મૃતદેહનો નિકાલ કરી તેના પર પેટ્રોલ વાળી ઓઢણી નાખી ઉપરથી કચરો છાંટી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યાે હતો. તેથી આરોપીઓને સખત સજા ફરમાવવી જોઈએ. અદાલતે આરોપી પાલા કટારીયાને હત્યાના ગુન્હામાં આજીવન કેદ, રૂ.૧૦ હજારનો દંડ, આઈપીસી ૨૦૧ના ગુન્હામાં ત્રણેય આરોપીને ત્રણ-ત્રણ વર્ષની કેદ, રૂ.૫-૫ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફે પબ્લિક પ્રોસીક્યુટર પિયુષ પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh