Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર તાલુકાના
જામનગર તા. ૧૮: લાલપુર તાલુકાના હરિપર-પીપરટોડા ગામ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થઇ રહેલા માર્ગના કામમાં ભ્રષ્ટાચાર અંગે સંબંધિત સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોની રજુઆત પરત્વે દુર્લક્ષ સેવાતાં ભાજપના આગેવાને આ મામલે વિજીલન્સ તપાસ કરાવવા મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગના સચીવ સમક્ષ રજુઆત કરી છે.
લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ રાજયના મુખ્યમંત્રી તેમજ માર્ગ-મકાન વિભાગના સચીવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરીને હરિપર-પીપરટોડા ગામ વચ્ચે નવા માર્ગના થઇ રહેલા કામમાં ભ્રષ્ટ નીતિ અખત્યાર કરી રહૃાા છે.
આ પત્રમાં જણાવાયું છે કે, આ માર્ગના કામમાં નિયમોનુસાર ઊંડાઇ કે ગુણવત્તા જાળવવામાં આવતી નહીં હોવા અંગે જામનગર જિલ્લા પંચાયતમાં તેમજ જિલ્લા કલેકટર કચેરીમાં ગ્રામ્ય આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં અ મામલે કોઇ જ તપાસ કરવાની કે પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ફરજ પડી છે.
હરિપર-પીપરટોડા વચ્ચેના માર્ગના આ કામ અંગે ગુણવત્તા ચકાસણી વિભાગ તેમજ વિજીલન્સ તપાસ કરાવવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial