Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંજાને પછડાટ, ઝાડુ જળવાયુ, સોળે કલાએ ખીલ્યું કમળઃ
અમદાવાદ તા. ૧૮: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો ઝળહળતો વિજય થયો છે, જુનાગઢ મહાનગર પાલિકા ભાજપે કબ્જે કરી છે, તો પંચાયત- પાલિકાઓની ચૂંટણીઓમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થળે આપ, સપા અને બસપાને પણ નોંધપાત્ર બેઠકો મળી છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહૃાા છે. સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂૂ થઈ ચૂકી છે. ૧૬ ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકા અને ૩ તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ ૫૭ ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક ૭૬% થયું હતું. આજે ૫૦૦૦ થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ ૬૦ બેઠકોમાંથી ૩૩ બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે કોંગ્રેસે ૧૧ બેઠકો પર જીત હાંસલ કરી છે. અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.
મહીસાગરમાં ૩ નગરપાલિકા અને ૨ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. જેમાં વર્ષો બાદ લુણાવાડામાં ૧૬ બેઠક સાથે કોંગ્રેસે જીત હાંસલ કરી છે. અહીં કોંગ્રેસને ૧૧ અને અન્યના ખાતામાં ૧ બેઠક ગઈ હતી. આ સિવાય સંતરામ નગરપાલિકામાં ભાજપે ૧૫ બેઠક સાથે જીત મેળવી છે. જેમાં કોંગ્રેસના ખાતામાં ૭ અને અન્યના ખાતામાં ૨ બેઠક ગઈ છે. બાલાસિનોર નગરપાલિકામાં ભાજપની ૧૬ બેઠક સાથે જીત થઈ છે અને કોંગ્રેસને ૯ બેઠક મળી હતી, આ સિવાય અન્યના ખાતામાં ૩ બેઠક આવી છેે. નોંધનીય છે કે, ૨ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય થયો છે.
દેવભૂમિ દ્વારકામાં ૨૮ બેઠકવાળી સલાયા નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે. સલાયામાં ૧૫ બેઠક પર કોંગ્રેસ અને ૧૩ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે.
ભાવનગરના તળાજા પાલિકા વોર્ડ નંબર ૪માં રિકાઉન્ટિંકમાં પરિણામ બદલાઈ ગયું છે. રિકાઉન્ટિંગ બાદ કોંગ્રેસની પેનલની બદલે ભાજપનો વિજય થયો છે. જેના કારણે કોંગ્રેસનો જશ્નનો માહોલ શાંત થઈ ગયો છે અને ભાજપે જશ્ન શરૂ કર્યો છે.
અમદાવાદ મનપા ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવિણ પટેલની જીત થઈ છે.
પાટણ જિલ્લાના ચાણસ્મા નગર પાલિકાની બેઠકમાં પરષોતમ પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા હતાં. બાદમાં તેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને હવે જીત હાંસલ કરી છે.
અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપની જીત થઈ છે. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ સિવાય જામજોધપુરની ૨૮ બેઠકમાંથી ૨૭માં ભાજપે જીત હાંસલ કરી છે અને એક બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં ગઈ છે.
અમદાવાદ ગ્રામ્યના ધંધુકા નગર પાલિકા વોર્ડ નંબર ૪માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. અહીં કોંગ્રેસના તમામ ૪ ઉમેદવારનો વિજય થયો છે.
પાટણની રાપર નગર પાલિકામાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. પાટણની ત્રણેય નગરપાલિકા ભાજપે જીતી છે. ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકામાં ભાજપનો વિજય છે. આ સિવાય રાધનપુર નગરપાલિકા પણ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે.
રાણાવાવ પાલિકા સપાએ કબજે કરી છે. અહીં સપાની જીત થઈ છે. ૧૬ બેઠકો પર સપાના ઉમેદવારોની જીત થઈ છે. જયારે વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ ૨૮ બેઠકમાંથી ૨૨ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ૫ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ૧ બેઠક પર અપક્ષનો વિજય થયો છે. આ સિવાય કુતિયાણામાં સપાએ ૧૪ બેઠકો પર વિજય સાથે બહુમતિનો આંકડો પાર કરી લીધો છે.
જેતપુર નગરપાલિકાની ૪૪ બેઠકમાંથી ૨૩ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. જેતપુર પાલિકાના ૧૧ વોર્ડમાંથી ૨૩ બેઠક ભાજપને મળી છે. આ સિવાય ૮ બેઠક અપક્ષને મળી છે, જયારે ૧ બેઠક કોંગ્રેસને મળી.
આણંદની બોરિયાવી પાલિકાના વોર્ડ નંબર ૫માં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી હતી. જો કે, રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ થતાં મતગણતરી ટૂક સમય માટે અટકી છે.
પંચમહાલના હાલોલ નગર પાલિકાની તમામ ૩૬ બેઠકો પર ભાજપની જીત થઈ છે. હાલોલ નગર પાલિકામાં કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો હતી. જેમાંથી ૨૧ બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થઈ ચુકયું હતું. ૧૫ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો પરચમ લહેરાયો છે. આ સિવાય કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી નથી શકી.
સાણંદ નગર પાલિકામાં ૨૮ બેઠકમાંથી ભાજપે ૧૬ બેઠકો પર જીત હાંસલ કરી બહુમતનો આંકડો પાર કર્યો છે. નોંધનીય છે કે, કોંગ્રેસ હજુ સુધી ખાતુ પણ નથી ખોલાવી શકી.
ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. અહીં રિકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયો છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે.
જિલ્લાપંચાયતોની તમામ નવ બેઠકો પર ભાજપ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે ૯ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે.
અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, ૨૮ બેઠકમાંથી ૧૬ બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થયું હતું અને આજે અન્ય ૧૨ બેઠક પણ પોતાના કબ્જે કરી છે.
ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ ૬ વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર કરાયા છે. આ સાથે ભાજપના ૨૪ ઉમેદવારો જીતી ગયા છે અને જેના પગલે ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો મા ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે. અહીં કોંગ્રેસ ખાલી હાથ રહી ગઇ છે. સાબરકાંઠાના વિજયનગરની તાલુકા પંચાયતની બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.
તાપીના સોનગઢમાં ભાજપનો ભવવો લહેરાયો છે. ૨૮ બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં ભાજપના ૧૬ ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. નોંધનીય છે કે, સોનગઢ નગરપાલિકામાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ રહી હતી.
રાજયમાં ૧૬૭૭ સીટ પર ત્રિકોણીય જંગ હતો. જેમાં ભાજપને ૧૨૩૬, કોંગ્રેસને ૨૦૫, આપને ૧૩, બીએસપીને ૧૩ અને અપક્ષને ૧૨૨ બેઠકોમાં સરસાઈ જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial