Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નગરપાલિકામાં સતત પાંચમી વખત ખીલ્યુ કમળઃ તમામ ૨૮ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય

વિરોધપક્ષને એક પણ બેઠક નહીં મળતા કલીન સ્વીપ

દ્વારકા તા. ૧૮: દ્વારકા નગરપાલિકામાં સતત પાંચમી વખત ભાજપનો જયજયકાર થયો છે, અને પરેશભાઈ ઝાખરીયા, દિવ્યપ્રકાશ ઠાકર, હેમાબેન પુરોહિત સહિતના સિનિયર ઉમેદવારોનો જવલંત વિજય થયો છે.

દ્વારકાધીશની કર્મભૂમિ પર આજે સતત પાંચમી વખત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને નગરમાં તમામ વોર્ડમાં આનંદની હેલી જોવા મળી છે. નગરપાલિકાના સાત વોર્ડના ર૮ ઉમેદવારો પૈકી ૯ ઉમેદવારો બિનહરીફ થયા બાદ આજે સવારે દ્વારકાના એનડીએચ હાઈસ્ફૂલમાં દ્વારકાના ચૂંટણી અધિકારી તથા પ્રાંત ઓફિસર અમોલ આવટેના સુપરવીઝનમાં પાંચ વોર્ડની ૧૯ સીટો માટે મતગણતરી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ - આમ આદમી પાટી તથા તમામ અપક્ષ ઉમેદવારોના સૂપડા સાફ થઈ જતાં ભાજપના તમામ ૧૯ ઉમેદવારો વિજયી થયા છે. આમ સાત વોડની તમામ ર૮ સીટો પર ભાજપે કલીન સ્વીપ કરી ફરી એકવાર છવાઈ ગયું છે.

મહત્ત્વની બાબત છે કે દ્વારકા યાત્રાધામના વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે જે રીતે નાણાંઓના કોથળા ખોલી યાત્રીકલક્ષી અને નગરજનોની સુવિધાઓ માટે જે પ્રકારના લાંબા ગાળાના મહત્ત્વપૂર્ણ પ્રોજેકટસ અમલમાં મૂકાઈ રહ્યાં છે અને જેના કારણે સ્થાનીય વેપારીગણ તથા ગ્રામજનોની આર્થિક સ્થિતિમાં પણ સતત સૂધાર જોવા મળ્યો હોય તમામ આનુષાંગિક મુદ્દાઓ આધારે સત્તાધારી ભાજપ પક્ષે ચૂંટણી લડી હતી જેમાં દ્વારકાવાસીઓએ સંપૂર્ણ વિશ્વાસ વ્યકત કરી ખોબે ખોબે મતો આપી ભાજપના તમામ ઉમેદવારોને વિજયી બનાવી દ્વારકાથી દિલ્હી સુધી ભાજપનો ડંકો વગાડી દીધો છે.

કહેવાય છે કે દ્વારકામાં એકમાત્ર ધારાસભ્ય પબુભા માણેક ઈચ્છે તેનો જ ડંકો વાગે અને પબુભા માણેક એ પણ ભાજપને વિશ્વાસ સાથે ર૮ બેઠકો જીતાવી દેવામાં સિંહફાળો આપી મોટી જીત અને વિશ્વાસ હાંસિલ કર્યો છે. ત્યારે હાલારના સાંસદ પૂનમબેન માડમે પણ પાલિકાના આ ચૂંટણીમાં અનેક વખત માર્ગદર્શન ૫ૂરૃં પાડી પાલિકા સદસ્યો સાથે વન-ટુ-વન ચર્ચાઓ કરી પાલીકામાં ભાજપનું પૂર્ણ બહુમતીવાળું શાસન સ્થાપિત કરવામાં યોગદાન પ્રદાન કર્યું હતું. તેજ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર ભાજપ કિશન વાયડા તથા પૂર્વ શહેર પ્રમુખ વિજયભાઈ બુજડ અને ભાજપના સંગઠનના આગેવાનો અને કાર્યકરો મોહનભાઈ બારાઈ, યુવરાજસિંહ વાઢેર, પરેશ ઝાખરીયા, રમેશભાઈ હેરમા, રવિ બારાઈ, વિમલ ચૌહાણ વિગેરે એ પણ સક્રિય રહી ભાજપની એકપક્ષી જીતમાં યોગદાન નોંધાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh