Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધ૫ુર, ભાણવડ, ધ્રોળ, કાલાવડમાં ભાજપને જંગી બહુમતી, દ્વારકામાં વિપક્ષના સુપડા સાફ, એક અપવાદ સિવાય સર્વત્ર ખિલ્યુ કમળઃ સલાયામાં ભાજપને જબરો ઝટકો
જામનગર તા. ૧૮: આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, તે પૈકી હાલારની ૬ નગરપાલિકાઓમાંથી પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો જંગી વિજય થતો જણાય છે, જ્યારે સલાયા નગરપાલિકામાં ભાજપને જબરો ઝટકો લાગ્યો છે, અને કોંગ્રેસ તથા 'આપ' વચ્ચે નેક ટુ નેક ફાઈટ થતા આ નગરપાલિકા વિપક્ષના ફાળે ગઈ છે.
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. તેમાં હાલારની ૬ માંથી પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે સલાયા નગરપાલિકા વિપક્ષના ફાળે ગઈ છે. નગરપાલિકાવાર પરિણામો તથા સરસાઈ જોતા હાલારમાં કેટલીક પેટાચૂંટણી સહિત સર્વત્ર ભગવો લહેરાયો છે, જ્યારે સલાયામાં ભાજપને જબરો ઝટકો લાગ્યો છે.
ભાણવડ નગરપાલિકા
ભાણવડ નગરપાલિકામાં ૬ વોર્ડની ર૪ બેઠક માટેની ચૂંટણીમાં બે વોર્ડની આઠ બેઠકો ભાજપને બિનહરિફ મળી હતી, જ્યારે ૧૬ બેઠકની યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી થતાં ૧૬ માંથી ભાજપને ૧૩ અને કોંગ્રેસને ૩ બેઠક મળી છે. આમ કુલ ર૮ માંથી ર૧ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે, જ્યા૩ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. આમ ભાણવડ નગરપાલિકામાં ભાજપે સત્તાના સૂકાન સંભાળવા તરફ પ્રયાણ કર્યું છે, અને અહિં વિપક્ષનો સફાયો થયો છે.
ભાણવડમાં વોર્ડ નં. ૧ મા ભાજપના મીનાબેન અશોકભાઈ નકુમ, નરેન્દ્રસિંહ કલુભા ભારાણી અને રચનાબેન ટપુભાઈ તથા કોંગ્રેસના એક ઉમેદવાર જયદિપ નકુમ વિજેતા થયા છે.
વોર્ડ નં. ર મા ભાજપની ચારેય બેઠકો બિનહરિફ થઈ હતી. વોર્ડ નં. ૩ મા ભાજપના ત્રણ ઉમેદવારો નિશાબેન નિરવભાઈ રાજાણી જીજ્ઞાબેન હિતેષભાઈ જોષી અને જમનાબેન જયેશભાઈ રાઠોડ તથા કોંગ્રેસની એક બેઠક ઉપર અખિલભાઈ જયંતિભાઈ વાઘેલાનો વિજય થયો છે.
વોર્ડ નં. ૪ મા ભાજપના ચારેય ઉમેદવારો કાજલબેન જગદિશભાઈ વસરા, પ્રવિણભાઈ વિસડિયા, સુભાષભાઈ રાડિયા અને મુક્તાબેન કદાવલા વિજેતા થયા છે.
વોર્ડ નં. પાંચમા ત્રણ ઉમેદવારો આનંદબા જાડેજા, ઉમરભાઈ સુલેમાન સમા અને ફિરોઝભાઈ બ્લોચ તથા કોંગ્રેસનો એક ઉમેદવાર સલમાબેન સાહમદાર વિજેતા થયા છે.
જ્યારે વોર્ડ નં. ૬ ની તમામ ચાર બેઠકો ભાજપને બિનહરિફ મળી છે. આમ ભાણવડમાં ભાજપને ર૧ અને કોંગ્રેસને ૩ બેઠક મળી છે.
કાલાવડ નગરપાલિકા
કાલાવડ નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો અહીં કુલ ૭ વોર્ડમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ર૮ બેઠકો પૈકી એક બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થતા ર૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય થયા છે. તેમજ બે બેઠક પર કોંગ્રેસે વિજય પ્રાપ્ત કર્યો છે.
કાલાવડના વોર્ડ નં. ૧, ર, ૪, પ અને ૭ મા ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે.
વોર્ડ નં. ૧ મા વિજેતા બનેલા ભાજપના ઉમેદવારોમાં નંદાબેન નરશીભાઈ સોંદરવાએ ૮૬૧ મત, મંજુબેન પ્રવિણભાઈ લીંબાણીએ ૮૭ર મત, અશ્વિનભાઈ વિરમભાઈ ઝિંઝુવાડિયાએ ૧૧પ૦ મત તથા જગમલ સંજોગભાઈ માલાણીએ ૯૩૪ મત પ્રાપ્ત કર્યા હતાં.
વોર્ડ નં. ર મા વિજેતા બનેલા બીજેપીના ઉમેદવાર સુજાતાબેન પ્રફુલચંદ્રભાઈ સિગલએ ૧૦૧૬ મત, ખમાબા સહદેવસિંહ જાડેજાએ ૧ર૦૩ મત, અને ડો. જય મુકેશભાઈ મહેતાએ ૧૦૮૬ મત મેળવ્યા હતાં, જ્યારે વોર્ડમાં એક બેઠક બિનહરિફ જાહેર થઈ હતી.
વોર્ડ નં. ૩ મા ભારતીય જનતા પાર્ટીના દયાબેન રમેશભાઈ જાપડાએ ૧૧પ૦ મત, લક્ષ્મીબેન ધીરૂભાઈ ફળદુએ ૧ર૦ર મત, ઈતેજ (હીતેશ) ગીરધરભાઈ તાળાએ ૧૧૬ર મત તથા કોંગ્રેસના ઉમેદવાર પરસોત્તમભાઈ મગનભાઈ હિરપરા ૧ર૩૯ મત મેળવીને વિજેતા થયા હતાં.
વોર્ડ નં. ૪ મા ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા થયા હતાં, જેમાં મણિબેન દુદાભાઈ મકવાણાએ ૧૧૭૮ મત, રંજનબેન પ્રફુલભાઈ રાખોલિયાએ ૧૧ર૪ મત, ફીરોજભાઈ હુસેનભાઈ હેરજાએ ૧૧૮૮ મત અને બાદલ વિનોદરાય મહેતાએ ૧ર૧૬ મત મેળવ્યા હતાં.
વોર્ડ નં. પાંચમા ભગવો લહેરાયો હતો જેમાં નજમાબેન જાહીરભાઈ સમાએ ૧રપ૭ મત, રૂખસારબાનુ સિકંદરમીયા કાદરીએ ૧૩૧૦ મત, અયાજભાઈ અબ્દુલ-રજાકભાઈ વંથરાએ ૧૪૯૦ મત અને સદામ ગફારભાઈ બારાડીએ ૧૪પપ મત અંકે કર્યા હતાં.
વોર્ડ નં. ૬ ની વાત કરીએ તો ત્રણ બેઠક પર બીજેપી તો એક બેઠક પર કોંગ્રેસ મેળવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં મીનાબેન રાજેશભાઈ ખંભાયતાએ ૭૮૪, સુરેશભાઈ રામભાઈ સોલંકીએ ૮૭૭ મત અને જયેશભાઈ ભોજાભાઈ વિરાણીએ ૯૮૭ મત તથા કોંગ્રેસના ઉમેદવાર ફાલ્ગુનીબેન મેહુલકુમાર સોજિત્રા ૮૯૦ મત સાથે વિજેતા થયા હતાં.
વોર્ડ નં. ૭ મા ભાજપની પેનલ વિજેતા બની હતી જેમાં વિજેતા ઉમેદવાર બાલુબેન પોપટભાઈ મકવાણાએ ૮૭૯ મત, મંજુલાબેન વિનોદભાઈ કપૂરિયાએ ૯પ૯ મત, જીતેન્દ્રકુમાર ડાયાભાઈ બગડાએ ૯૧૪ મત તથા રમેશભાઈ મોહનભાઈ દોંગાએ ૯૬૪ મત મેળવ્યા હતાં.
દ્વારકા નગરપાલિકા
ધર્મ નગરી દ્વારકામાં નગરપાલિકાની ચૂંટણીમાં તમામ ર૮ બેઠકો ભાજપે કબજે કરતા હરિફ પક્ષના સુપડા સાફ થયા છે.
દ્વારકા નગરપાલિકાના સાત વોર્ડની ર૮ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ ર૮ બેઠકો ભાજપને મળતા ફરી એક વખત ભાજપએ સત્તાનું સૂકાન સંભાળ્યું છે.
ધારાસભ્ય પબુભા માણેક, અગ્રણી રમેશભાઈ હેરમા, વિજયભાઈ બુજડ, મોહનભાઈ બારાઈ, યુવરાજસિંહ વાઢેર, જ્યોતિબેન સામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રવિભાઈ બારાઈ વગેરેએ ભાજપના જવલંત વિજય માટે ભારે જહેમત ઊઠાવી હતી.
જામજોધપુરમાં ૨૮માંથી ૨૭ બેઠક ભાજપનેઃ
૧ આમ આદમી ૫ાર્ટીને મળી
જામજોધપુર નગર-પાલિકાની ર૮ બેઠકો માટેની ચૂંટણી યોજાયા પછી આજે મતગણતરી હાથ ધરવામાં આવતા અહિં ભાજપનો ભગવો લહેરાયો છે.
જામજોધપુર નગર-પાલિકાના સાત વોર્ડની ર૮ બેઠકોની ચૂંટણીમાં ભાજપને ર૭ બેઠક મળી છે, જયારે એક બેઠક વોર્ડ નં. ૭ માં આમ આદમી પાર્ટીને મળી છે.
ધ્રોળમાં ૭ માંથી ૬ વોર્ડની ર૪ બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ૧પ બેઠક પર ભાજપનો અને ૮ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે ૧ બેઠક પર અપક્ષના ઉમેદવારનો વિજય થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, વોર્ડ નં. ૭ ના કોંગ્રેસના ઉમેદવારનું મૃત્યુ થતા આ વોર્ડની ચૂંટણી રદ્ કરવામાં આવી હતી.
વોર્ડ નં. ૧ મા ભાજપની પેનલ વિજેતા બની હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મંજુબેન કારાભાઈ વરૂએ ૬પપ મત, બાલુબેન રવિકુમાર વાઘેલાએ ૭૦૭ મત, વિજયભાઈ ટપુભાઈ વાઘેલાએ ૮૮૬ મત અને જીજ્ઞેશ રમેશ રાઠોડે ૬પ૯ મત મેળવ્યા હતાં.
વોર્ડ નં. બે મા ભાજપના ત્રણ તો કોંગ્રેસના ૧ ઉમેદવારનો વિજય થયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મંગુબેન નરસીભાઈ ચાવડાએ ૭૮૯ મત, જયશ્રીબેન મનસુખભાઈ પરમારે ૯પપ મત, રણછોડ પોપટભાઈ પરમારે ૮૮ર મત અને કોંગ્રેસના ઉમેદવાર અનિલકુમાર લાલજીભાઈ પરમારે ૯૩૬ મત પ્રાપ્ત કર્યા હતાં.
વોર્ડ નં. ૩ મા કોંગ્રેસે ૩ બેઠક અને બીજેપીએ ૧ બેઠક મેળવી હતી, જેમાં કોંગ્રેસના જબુનબેન જુસબભાઈ દલએ ૯૪૩ મત, કલ્પેશ બાલકૃષ્ણભાઈ હડિયલએ ૧પર૧ મત, ધર્મરાજસિંહ મુળરાજસિંહ જાડેજાએ ૧૦૪પ મત, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગાયત્રીબા દિનેશસિંહ ગોહિલે ૯૬૭ મત મેળવ્યા હતાં.
વોર્ડ નં. ૪ મા ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો હતો જેમાં મેરાજબાનુ એઝાદભાઈ સોલંકીએ ૮૬૩ મત, નીતાબેન સીંધાભાઈ વરૂએ ૮૧૭ મત, સુરેશજતી રેવાજતી ગોસાઈએ ૭૭ર મત અને મો. સલીમ મો. યુસુફ હાસમાણીએ ૭૦૯ મત મેળવ્યા હતાં.
વોર્ડ નં. પાંચમા કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. જેમાં ગીતાબેન જીતેન્દ્ર ચૌહાણએ ૯૬૬ મત, શહેનાઝ સલીમભાઈ નાગાણીએ ૯પ૩ મત, મહમદઅદનાન અમીનભાઈ ઝન્નરએ ૧૦૯૩ મત અને ફારૂકભાઈ અજીજભાઈ વીરાણીએ ૧૦૬ર મત પ્રાપ્ત કર્યા હતાં.
વોર્ડ નં. ૬ મા ભાજપે ત્રણ અને અપક્ષે ૧ બેઠક પ્રાપ્ત કરી છે. જેમાં ભાજપના ઉમેદવાર ભારતીબેન જયસુખભાઈ ગડારાએ ૧રપર મત, રંજનાબેન ગોવિંદભાઈ દલસાણિયાએ ૯૩ર મત, તુષારભાઈ કાંતિભાઈ ભાલોડિયાએ ૧૦૭૭ મત તથા અપક્ષના હિતેષ મનસુખભાઈ ભોજાણીએ ૧૧૦૮ મત મેળવ્યા હતાં.
જામવણથલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા
જામનગર તાલુકા પંચાયતની એક બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.
આ બેઠકમાં કુલ ૩૦પપ મત પડ્યા હતાં. તેમાંથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ગંભીરસિંહ જાડેજાને રપ૯૧ મત અને કોંગ્રેસના ઉમેદવાર ભુરાભાઈ મેઘજીભાઈ પરમારને ૩૯૩ મત મળ્યા હતાં, જ્યારે નોટામાં ૭૧ મત પડ્યા હતાં. આમ ભાજપના ઉમેદવારનો ર૧૯૮ મતે વિજય થયો હતો. તેમના ટેકેદારો, પાર્ટીના આગેવાનો, કાર્યકરોએ આ વિજયના વધામણા કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial