Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતા જ રાજ્ય સરકારની ઘોષણા
દ્વારકા તા. ૧૮: દ્વારકાના રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગને બેટ દ્વારકાને જોડતો રૂ. ૧૩૧.૭૬ કરોડના ખર્ચે નવો રીંગ રોડ મંજૂર થયો છે. પાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં જ રાજય સરકારે આ વિકાસ પ્રોજેકટની જાહેરાત કરી છે. દ્વારકા હોટલ એસોસિએશને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે.
દ્વારકા નગરપાલિકાની ચૂંટણી ગઈકાલે પૂર્ણ થયાની સાથે જ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા ક્ષેત્રના વિકાસ માટેની અતિ મહત્ત્વપૂર્ણ યોજના માટેના નાણાં રૂપિયા ૧૩૧.૭૬ કરોડ મંજૂર કર્યાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ સમાચારથી દ્વારકાના વેપાર વાણિજય અને સ્થાનીક રહેવાસીઓમાં આનંદની હેલી પ્રસરી છે. આ સમાચાર મળતાની સાથે જ દ્વારકા હોટલ એસોસીએશનના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર અને સેક્રેટરી રવિ બારાઈએ દ્વારકાના વિકાસ માટેની આ મહાત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રીએ મંજૂર કરતા અખબારી માધ્યમથી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે.
જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ દ્વારકાના ભાદરમાં આવેલ નેશનલ હાઈવેની ખોડીયાર મંદિર એકપોસ્ટ પાસેથી રૂપિયા ૧૩૧.૭૬ કરોડના ખર્ચે બનનારો નવો રીંગ રોડ ફોર ટ્રેકનો પ્રારંભ થશે. જે નવો માર્ગ ખોડીયાર મંદિરની ચેકપોસ્ટની જમણી તરફ આવેલ આવળપરા વિસ્તારથી પસાર થઈને જલારામ મંદિર, ઘનશ્યામ નગર, વંદે માતરમ સોસાયટી અને અંબુજા નગરથી પસાર થઈને આ માર્ગ સીધ્ધો એ.સી.સી. સીમેન્ટ ફેકટરીમાંથી પસાર થઈને રૂપેણ બંદર ક્રોસ કરી ઓખા સાથે જોડી દેવાશે. જેના કારણે દ્વારકાથી નાગેશ્વર જતાં માર્ગ જે હાલમાં જ રૂપિયા ૪૫ કરોડના સીકસલેન રોડ તરીકે બનાવવા માટે મંજૂર કરાયેલ છે જેની સાથે જોડાઈ જશે. જેથી હવે નેશનલ હાઈવે માર્થી આવતાં જામનગર અને પોરબંદર તરફના જોડાયેલ રસ્તાઓથી પ્રવાસી યાત્રીકો પૈકી જે યાત્રીકો પહેલા દ્વારકાના બદલે નાગેશ્વર, બેટ દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ સીધા જ જઈ શકશે. અને રીટર્નમાં તેઓ સીધા દ્વારકા આવી શકશે. આમ, આ રીંગ રોડ દ્વારકાના નગરજનો માટે પણ ટ્રાફિકની સમસ્યામાં હળવાશ અનુભવવામાં સહયોગી બનશે અને યાત્રીક પ્રવાસીઓને પણ નવા અદ્યતન માર્ગની સુવિધા સાથે સમયનો બચાવ કરી દ્વારકા ક્ષેત્રની દર્શન સર્કિટમાં સરળતાથી પ્રવાસ કરી શકશે. આ માર્ગ પર આવેલ જમીનોની કિંમતમાં પણ ઉછાળો આવશે અને નવા દ્વારકા નગરમાં વિકાસની નવી ક્ષિતિજો પણ ખૂલશે.
અત્રે એ પણ નોંધનીય છે કે દ્વારકાના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચલ ડેવલોપમેન્ટ સાથેની અનેક યોજનાઓ આવી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજય તરફથી પણ દ્વારકાના વિકાસ માટે નાણાઓનો ભંડાર ખૂલ્લો મુકયો છે તે ગ્રામજનો માટે દ્વારકાધીશજીની કૃપા જ કહી શકાય. એમ કહીએ તો ચાલે કે કૃષ્ણની આ કર્મભૂમિમાં આર્થિક અને ભૌગોલિક રીતે દ્વારકા નગરી નવી જ દિશા તરફ પ્રયાણ કરી રહી છે.
અત્રે એ પણ નોંધનીય છે કે આ નવો રીંગ રોડ બનાવવા માટે દ્વારકા હોટલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને દ્વારકા નગરપાલિકાની ટાઉનીંગ પૂર્વ ચેરમેન નિર્મલભાઈ સામાણીએ પણ રાજય સરકારમાં તેમજ પ્રવાસન વિભાગ પાસે વારંવાર રજૂઆતો કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial