Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીફ ઈલેકશન કમિશનરની નિમણૂકના મુદ્દે જાગ્યો વિવાદઃ
નવી દિલ્હી તા. ૧૮: ચીફ ઈલેક્શન કમિશનરની નિયુક્તિ સંબંધે કોંગ્રેસે કહ્યું હતું કે, ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. નિમણૂકમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થવો જ જોઈએ. સુપ્રિમમાં સુનાવણી સુધી બેઠક મુલતવી રાખવી જરૂરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ૧૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. નવા ચૂંટણી કમિશનરની શોધમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ હાજર રહ્યા હતાં.
જો કે, રાહુલ મિટિંગમાંથી બહાર આવતાની સાથે જ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મિટિંગની માન્યતા પર પ્રશ્નો ઊભા કર્યા હતાં. કોંગ્રેસના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને અજય માકને કહ્યું કે, અમારી માંગણી છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી સમિતિમાં હોવા જોઈએ. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. ચૂંટણી પંચની નિમણૂકમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થવો જોઈએ. સ્વતંત્ર ચૂંટણી પંચ હોવું જોઈએ. તાજેતરમાં ચૂંટણી પંચ અંગે ઘણાં પ્રશ્નો ઊભા થયા છે.
કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું, તમે બધા જાણો છો કે આજે મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી અંગે એક બેઠક થઈ હતી, પરંતુ સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે આ મામલાની સુનાવણી ૧૯ ફેબ્રુઆરીએ થશે અને સમિતિનું બંધારણ કેવું હોવું જોઈએ તે અંગે નિર્ણય આપવામાં આવશે. આવી સ્થિતિમાં આજની બેઠક મુલતવી રાખવી જોઈતી હતી.
જો કે, ગુપ્તતાનો હવાલો આપતા કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટતા કરી નથી કે આગામી સીઈસીની પસંદગી માટે સોમવારે સાંજે યોજાયેલી બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શું અભિપ્રાય વ્યક્ત કર્યો હતો? એવું માનવામાં આવે છે કે, રાહુલ ગાંધીએ પણ સમિતિ વિશે પ્રશ્નો ઊઠાવ્યા હશે.
અભિષેક મનુ સંઘવીએ કહ્યું, જો સંસ્થાઓ વચ્ચે સંકલનની અને બંધારણની ભાવનાનું પાલન કરવાની જરૂર હોય, તો એવો પારદર્શક, ન્યાયી અને સંતુલિત નિર્ણય લેવો જરૂરી છે જે જાહેર હિતમાં હોય, પ્રજાસત્તાકના હિતમાં હોય અને જે સ્તર (જે બંધારણનો પાયો છે) ને આગળ લઈ જાય. આ કોંગ્રેસનો સ્ટેન્ડ છે.
સિંઘવીએ કહ્યું કે, ચૂંટણી પંચની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે બે વર્ષ પહેલાના પોતાના નિર્ણયમાં સુપ્રિમ કોર્ટે સીઈસી પસંદગી સમિતિમાં પીએમ અને વિરોધ પક્ષના નેતા સાથે દેશના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે પાછળથી બનાવેલા નવા કાયદામાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ એક કેન્દ્રિય મંત્રીને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કાયાદને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી મુખ્ય ચૂંટણી કમિશનર અંગે પસંદગી સમિતિની બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેઠક મુલતવી રાખવાની માંગ કરી હતી, જે સ્વીકારવામાં આવી ન હતી, જોકે બેઠકની પ્રક્રિયા અંગે જાહેરમાં કોઈ સ્પષ્ટતા થતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial