Advertisement
Author: નોબત સમાચાર

દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિમાયા જ્ઞાનેશકુમાર

વડાપ્રધાનના અધ્યક્ષપદે મળેલી પસંદગી સમિતિમાં મળી મંજૂરી

નવી દિલ્હી તા. ૧૮:       દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારના નામ પર મહોર લાગી છે. ૧૯૮૮ બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. હવે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનરની જવાબદારી નિભાવશે.

વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ થયેલી બેઠકમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી મળી છે. હાલના મુખ્ય ચૂંટણી કમિશનર રિટાયર થયા પછી જ્ઞાનેશ કુમાર આ પદ સંભાળશે. ૧૯૮૮ બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશકુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહયા છે. રાજીવ કુમાર આજે રિટાયર થઈ રહયા છે.

મુખ્ય ચૂંટણી આયુકતની નિમણૂક માટે એક પસંદગી સમિતિ દ્વારા નામ નક્કી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં સોમવાર સાંજે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે લાંબી કાનૂની લડત બાદ પોતાના એક નિર્ણયમાં સીઈસીની નિમણૂક માટે પસંદગી સમિતિ માટે પદાધિકારીઓ નક્કી કર્યા હતા, જેમાં મુખ્ય ન્યાયાધીશને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિયુકિત માટે નવા કાયદાકીય નિયમો લાગુ થવા પહેલા, બાકી રહેલા બે ચૂંટણી કમિશનરોમાંના સૌથી વરિષ્ઠને સામાન્ય રીતે નિવૃત્ત મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુકત કરવામાં આવતા હતા. જોકે, જ્ઞાનેશકુમાર નવી નિયુકિત પ્રક્રિયા હેઠળ નિયુકત થનાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. વડાપ્રધાન  મોદી, ગૃહમંત્રી  શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીવાળી પસંદગી સમિતિએ તેમના નામને અંતિમ સ્વરૂપ આપ્યું હતું અને રાષ્ટ્રપતિને તેની ભલામણ કરી હતી.

ગત ૧૫ મે ૨૦૨૨ના રોજ ૨૫મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળનાર રાજીવ કુમાર તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક ચૂંટણીની દેખરેખ કર્યા બાદ પદ છોડશે. ૨૦૨૨માં તેમણે ૧૬મા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ ૧૧ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં ભૂમિકા નિભાવી હતી. મીડિયા અહેવાલો મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારની નિમણૂક પર સત્તાવાર મહોર લાગી ચૂકી છે. બીજી તરફ કોંગ્રેસ પણ પસંદગી સમિતિમાં સીજેઆઈને પુનઃ સામેલ કરવાની માંગ ઉઠાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh