Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગ્નિકાંડ, નકલી પનીર, લેટરકાંડ, ખ્યાતિ હોસ્પિટલ વિગેરે મુદ્દે વિપક્ષ આક્રમક
અમદાવાદ તા. ૧૮: કાલથી વિધાનસભા સત્ર શરૂ થશે અને ગુરૂવારે બજેટ રજૂ થશે. કોંગ્રેસ આક્રમક છે. ખ્યાતિ હોસ્પિટલ, અમરેલીનો લેટર કાંડ, નકલી પનીર ફેકટરી, રાજકોટનો અગ્નિકાંડ, કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ વગેરે મુદ્દે ગૃહ ગાજવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલે તા. ૧૯ બુધવારે પ્રારંભ થઇ રહૃાો છે. સત્ર માર્ચ ઉતરાર્ધ સુધી ચાલશે. પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવ અને રાજયપાલનું પ્રવચન થશે. બજેટ સત્રની રણનીતિ ઘડવા બન્ને પક્ષો કોંગ્રેસ-ભાજપે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
સત્રના બીજા દિવસે ગુરૂવારે બપોરે રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. કોંગી ધારાસભ્યોએ અમરેલીના લેટરકાંડ, રાજકોટના ગેમઝોન અગ્નિકાંડની ફાઇલો, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું પ્રકરણ, નકલી પનીર ફેકટરી વગેરે બાબતે પ્રશ્નને પૂછયા છે. આ મુદ્ે વિધાનસભા ગાજે તેવા એંધાણ છે.
ભાજપના ધારાસભ્યોએ વિકાસ કામોને લગતા પ્રશ્નો પૂછયા છે. ગૃહમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વગેરેના સભ્યો ચૂંટાયેલા છે. વિધાનસભા ભવન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વિધાનસભાની વેબસાઇટમાં દર્શાવ્યા મુજબ ધારાસભ્ય અમીત શાહનું સને ર૦ર૩ નું વિધેયક ક્રમાંક ૯-સન ર૦ર૩ નું ગુજરાત પાણી પ્રદુષણ (નિવારણ અને નદીઓનું શુદ્ધિકરણ) વિધેયક. સભ્ય પુનમચંદ બરંડાનું સન ર૦ર૩ નું વિધેયક ક્રમાંક-૮ સન ર૦ર૩ નું ગુજરાત જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવા બાબત વિધેયક. સભ્ય ઇમરાન ખેડાવાલાનું સન ર૦ર૩ નું ગુજરાત રોજગાર બાંયધરી વિધેયક, અનેે સન ર૦ર૩ નું વિધેયક ક્રમાંક પ સન ર૦ર૩ નું ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ (રદ કરવા) બાબત વિધેયક તથા સન ર૦ર૩ નું વિધેયક ક્રમાંક ૧૩ સન -ર૦ર૩ નું વિધેયક ક્રમાંક ૧૩ સન ર૦ર૩ નું ગુજરાત બેરોજગારોને બેરોજગારી ભથ્થું ચૂકવવા બાબત વિધેયક. વગેરે બિન સરકારી પ્રસ્તાવો પણ રજૂ થનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial