Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના જુના રેલવે સ્ટેશન નજીકના
જામનગર તા. ૧૮: જામનગરના ઓબીસી, એસપી, એસટી અને માઈનોરીટી સમાજના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં જુના રેલવે સ્ટેશન સામેના જ્યોતિરાવ ફૂલે ચોકના પ્રશ્ને તા. ર૧-ર-ર૦રપ ના સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જામનગરમાં જુના રેલવે સ્ટેશન સામેના ચોકને જામનગર મહાનગરપાલિકાએ જનરલ બોર્ડની બેઠકમાં તા. ર૦-૧૦-૧૯૯૯ ના ઠરાવ નં. થી પ્રખર સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલે ચોક નામભિધાન કરેલ છે. ત્યારપછી જુદી-જુદી સંસ્થાઓએ આ ઠરાવની અમલવારી કરવા મહાનગર-પાલિકાને અનેકવાર રજૂઆત કરેલ છે, પણ નિંભરતંત્રએ દાદ દીધી નથી. ર૬ વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં કોઈ અગમ્ય કારણોસર કશી જ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
આ ચોકમાં પ્રતિવર્ષ ૧૧ મી એપ્રિલે જ્યોતિરાવ ફૂલેના જન્મ દિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવે છે તથા અહીં મહાનગરપાલિકાએ જે તે વખતે 'જ્યોતિરાવ ફૂલે ચોક'ના ત્રણ બોર્ડ લગાડેલ હતાં, આ પૈકી બે બોર્ડ નીકળી ગયા છે. હાલમાં ફક્ત એક જ બોર્ડ છે.
આ ધરણાંના કાર્યક્રમ પછી સામૂહિકરીતે મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, વિરોધપક્ષના નેતા તથા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી આ પ્રશ્ને વહેલી તકે કાર્યવાહી શરૂ કરવા રજૂઆત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial