Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સઈ દેવરીયાના વૃદ્ધ પર ચારનો હુમલોઃ
જામનગર તા.૧૮ : ભાણવડના એક વૃદ્ધ પર જામનગરમાં રહેતા પુત્ર, પુત્રવધૂ, પૌત્ર સહિત ચારે હુમલો કરી ફ્રેકચર કરી નાખ્યું હતું. જયારે કલ્યાણપુરના રાજપરા ગામમાં સગાઈ તૂટી જવાના પ્રશ્ને બે જૂથ બાખડી પડ્યા હતા. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદ પરથી ગુન્હા નોંધ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામના ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના વૃદ્ધ ગુરૂવારની રાત્રે ત્રણેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે જામનગરના ગોકુલનગરમાં રહેતા નવનીત ગોરધન નકુમ, મનિષાબેન નવનીત નકુમ, ગૌતમ નવનીત તથા શિવા ગામના દર્શીક લખમણ સોનગરા ધસી આવ્યા હતા.
આ વ્યક્તિઓએ અમારી પુત્રીને ભગાડવામાં તે મદદ કરી છે. તેમ કહી લાકડી, ઢીકાપાટુ વડે માર મારી ગોરધનભાઈનો હાથ તથા પગ ભાંગી નાખ્યા હતા. પોલીસે ચારેય સામે ગુન્હો નોંધ્યો છે.
કલ્યાણપુરના રાજપરા ગામના મયુર પૂંજાભાઈ ગોજીયાના ભાઈની સગાઈ લાખાભાઈ મેરામણ ચુડાસમા ની પુત્રી સાથે થઈ હતી. તે પછી આ યુવતીએ અન્ય સાથે લગ્ન કરી લેતા બંને પરિવાર વચ્ચે વિખવાદ થયો હતો. તેનો ખાર રાખી રવિવારે સવારે મયુર ગોજીયા પર લાખાભાઈ સહિત ના વ્યક્તિઓએ હુમલો કર્યાની ફરિયાદ કરાઈ છે.
તે ફરિયાદની સામે લાખાભાઈ મેરામણભાઈએ વળતી ફરિયાદ કરી તેમાં જણાવ્યું છે કે, તેમની પુત્રીની વર્ષાે પહેલાં વિજય પૂંજાભાઈ સાથે સગાઈ કરાઈ હતી. તે સગાઈ તોડી નખાતા તે બાબતનો ખાર રાખી રવિવારે સવારે રાજપરામાં લગ્નમાં જતા લાખાભાઈ, તેમના પત્ની જેતીબેન અને પુત્રી પરબત પર પુંજા લાખા ગોજીયા, વિજય પુંજા, મયુર પુંજાએ પાઈપ, કુહાડાથી હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial