Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલહવાલે કરી દેવાનો અદાલતનો આદેશઃ
જામનગર તા.૧૮ : જામનગરના એક શખ્સને પૂર્વ પત્ની પર જીવલેણ હુમલાના કેસમાં અદાલતે ફરિયાદીની જુબાની ન થાય ત્યાં સુધી જિલ્લામાં ન આવવાની શરતે જામીન આપ્યા હતા. આરોપી દ્વારા જામીનની શરતનો ભંગ કરાતા અદાલતે તેના જામીન રદ્દ કરી જેલમાં ધકેલ્યો છે.
જામનગરના રેશ્માબેન અબાઅહેમદ ગફલા નામના મહિલા તથા તેમના ભાભી અને પુત્ર ગઈ તા.૧-૩-૨૪ના દિને જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા આવ્યા હતા. ત્યાંથી પરત ફરતી વખતે જેની સાથે છૂટાછેડા થયા હતા તે પૂર્વ પતિ ઈમરાન મળી જતા તેણે ડખ્ખો શરૂ કર્યાે હતો.
આ શખ્સે ગાળો ભાંડી રેશ્માબેન પર છરીથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ મહિલાને ફરીથી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તેણીની ફરિયાદ પરથી પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી ઈમરાન આમદ દલની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો.
આ આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે જિલ્લા હદમાં ન પ્રવેશવાની શરતે મંજૂર કરી હતી. તે પછી ઈમરાન શરતનો ભંગ કરી જામનગરમાં આવ્યો હોવાની વિગત ઉપરોક્ત ફરિયાદના પગલે બહાર આવી હતી. તે જામીન રદ્દ કરાવવા રેશ્માબેને અદાલતમાં અરજી કરતા અદાલતે આરોપીના જામીન રદ્દ કર્યા છે અને જેલહવાલે કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ શ્યામ રાજદેવ, અલ્ફાઝ મુંદ્રા, ડીજીપી જમન ભંડેરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial