Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો માર્યો
ખંભાળીયા તા. ૧૮: સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું ખાતુ જ ખૂલ્યું નથી, તો ઓવૈસીની પાર્ટીના પણ આવા જ હાલ થયા છે. કોંગ્રેસને ૧પ અને આમઆદમી પાર્ટીને ૧૩ બેઠકો મળી છે.
સલાયા નગરપાલિકાની ર૮ બેઠક માટેની ચૂંટણી પછી આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧પ બેઠક કોંગ્રેસ અને ૧૩ બેઠક આમઆદમી પાર્ટીને મળી છે. સલાયામાં ભાજપે ૧૪ ઉમેદવારો ઊભા રાખ્યા હતાં. પરંતુ એકપણ ઉમેદવાર જીત મેળવી શકયા નથી.
વોર્ડ નં. ૧ મા આપ પાર્ટીના સાલેમામદ કરીમભાઈ ભગાડ, રજિયાબેન ભગાડ, ભગવાનજી જાડેજા તથા ગાંગીબેન જોડ વિજેતા થયા હતાં. વોર્ડ ર મા આપ પાર્ટીના મુસા સંઘાર, સલીમ ગંઢાર, સલમા કારા અને શરીફા ભાયા ચારેય વિજેતા થયા હતાં. વોર્ડ નં. ૩ મા જીનતબેન સુભણિયા, ઈસા અબ્દુલા, નસીમ મોદી તથા બચુ સીદીક ચારેય આપ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા હતાં.
વોર્ડ ચારની આપનું પલડું બદલાતા કોંગ્રેસ મેદાને આવ્યું હતું. વોર્ડ ૪ મા ત્રણ બેઠકો કોંગ્રેસ લઈ ગયું હતું જેમાં જુનુસ રાજા, જુનુસ ગંઢાર તથા ફાતમા ચમડિયાનો સમાવેશ થાય છે. અહીં આપ પાર્ટી એક બેઠક લઈ ગઈ હતી જેમાં હફીસા ભાયા જીત્યા હતાં. વોર્ડ નં. પાંચમા તમામ બેઠકો કોંગ્રેસે મેળવી હતી જેમાં ઈરફાન ભાયા, હફીસા સુંભણિયા, જેતુન ભારા અને ગફાર સંઘારનો સમાવેશ થાય છે.
વોર્ડ ૬ મા પણ કોંગ્રેસના તમામ ચારેય ઉમેદવારો વિજેતા થયા હતાં જેમાં બીલાલ ભાયા, લતીફા અબાસભાઈ, આરીફ સંઘાર તથા જુલેમાબેન ભાયા વિજેતા થયેલા. વોર્ડ ૭ મા કોંગ્રેસના સાલેમામદ જુસબ ભગાડ, રઝમા મહેમુદ, મહેમદ ઘાવડા અને ગુલવાન રજાકનો સમાવેશ થાય છે.
મંત્રી મૂળુભાઈ બેરાના વિસ્તારમાં આવતા સલાયામાં ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. પરિણામો જાહેર થતા સલાયા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપ ખાતું પણ ખોલાવી શકી નથી.
સલાયા નગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થતા ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. દિલ્હીમાં સફાયો થયા પછી સલાયામાં આમ આદમી પાર્ટીનો જાદૂ જોવા મળ્યો છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં ૧૩ બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી કોંગ્રેસને આકરી ટક્કર આપી છે, જ્યારે ૧પ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. તો બીજી તરફ ભાજપ ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો ચમાચો માર્યો હોય તેમ પરિણામો પછી સલાયા ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા હોવાની ચર્ચા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial