Advertisement
Author: નોબત સમાચાર

સ્માર્ટ મીટર મનસ્વી રીતે ફીટ કરવાના બદલે...

પૂર્વ સંમતિ મેળવી વિશ્વાસ કેળવો

સંશય હટાવીને વીજગ્રાહકોની સહમતી મેળવવાથી ઘર્ષણ ઘટાડી શકાશેઃ

જામનગર   તા. ૧૮: જામનગરમાં કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટરના મુદ્દે વીજકંપની સામે જનાક્રોશ જાગ્યો છે. હરિયા કોલેજ વિસ્તારમાં ગોકુલનગર પાસે કોઈ સોસાયટીમાં પોસ્ટપેઈડ સ્માર્ટ મીટરો ફીટ કરવા ગયેલી વીજ ટીમો સાથે સ્થાનિકોને તકરાર થઈ અને વીજ ટીમોએ સહમતી વિના ઉખેડેલા બે જુના વીજ મીટરો પાછા ફીટ કરી દેવા પડ્યા. એટલું જ નહીં, વીજ ટીમોએ થાંભલેથી લાઈટ કાપી નાખંવાની ચિમકી (ધમકી) આ૫ી હોવાના અહેવાલો પણ આવ્યા હતાં.  તે પછી વીજ ટીમોને પરત ફરવું પડ્યું હોવાના અહેવાલો પછી અન્ય વિસ્તારોમાં પણ તેની અસર પડી રહી છે.

જો કે, એ વિસ્તારમાં દોઢસો જેટલા સ્માર્ટમીટરો ફીટ કરી દેવાયા હોવાના પણ અહેવાલો પછી કનફ્યુઝન ફેલાયું છે.

આ પહેલા રવિ પાર્ક ટાઉનશીપના સોશ્યલ મીડિયાના ગ્રુપમાં પણ સ્માર્ટ મીટર ફરજિયાપણે ફીટ કરી દેવાની સાથે પહેલેથી જ વિરોધ વ્યક્ત થયો હતો. આ જ રીતે કેટલીક સોસાયટીઓમાં સામૂહિક બહિષ્કાર કરવાની હિલચાલ પણ થઈ રહી હોવાનું કહેવાય  છે.

વીજટીમો દ્વારા ઓફિશ્યલી ધરાર દાદાગીરી કે ચિમકી-ધમકી અપાતી હોય તો તે કોઈપણ રીતે યોગ્ય નથી, તેથી વીજકંપની તથા જિલ્લા તંત્રે લોકોમાં પહેલા જાગૃતિ ફેલાય, તે માટે પૂરતા પ્રયાસો કરીને પછી જ આ કામગીરી કરવી જોઈએ, તેવો અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યો છે.

સ્માર્ટ મીટરથી થતા ફાયદા સમજાવીને લોકોની આશંકાઓ દૂર કરવી પણ જરૂરી છે અને હકીકતે જુના મીટરો ચાલુ જ રાખવા માંગતા હોય તો તેની છૂટ હોવી જોઈએ. અંતે એ સ્માર્ટ મીટરોથી લાભ થતો હશે તો આજ નહીં તો કાલે, વીજગ્રાહકો સ્વયં સ્માર્ટમીટરો લગાવવાની અરજી પણ કરશે.

આ ઝુંબેશ સફળ બનાવવા માટે વીજ કંપનીઓએ સંમતિપત્રકોમાં સહી લેવાના બદલે લોકો પોતે જ ઓનલાઈન કે ઓફલાઈન સંમતિપત્રકો આપે, તેવી વ્યવસ્થા થાય અને ગ્રાહકોની ગેરસમજ (થતી હોય તો) તે દૂર કરવા ડોર-ટુ-ડોર સંપર્ક કરવો જોઈએ. વીજગ્રાહકો વીજકંપનીની આ પ્રકારની ઈજારાશાહીનો ભોગ ન બને, તે જોવાની જવાબદારી ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની પણ છે, પણ...!?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh