Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈએમ પોસીબલ ફાઉન્ડેશન દ્વારા
જામનગરમાં જલારામ આવાસ, જલારામ મંદિર, રામેશ્વરનગરમાં તા. ૧પ-૬-ર૦રપ થી તા. ર૪-૬-ર૦રપ સુધી આઈએમ પોસીબલ ફાઉન્ડેશન, વનરૂપી સેન્ટર તથા ઉપાસના આર્ટ સ્ટુડિઓના ઉપક્રમે દસ દિવસીય અનોખા સેવા કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ભાટિયાના ડો. ઉમેશભાઈ મશરૂ તથા નિલેશભાઈ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોહાણા સમાજના આગેવાન વજુભાઈ પાબારી તરફથી પ્રસાદ વિતરણ કરાયું હતું. આ કેમ્પમાં ગરીબ અને અભણ બાળકોને ભણતર, કલાનું શિક્ષણ તથા બટુક ભોજન, બાળલૈગિંક શોષણ અંગે જાગૃતિ અને બચાવ તથા ઉપાયો, કિશોરાવસ્થાની શારીરિક તથા માનસિક સમસ્યાઓ માટે માર્ગદર્શન, સ્ત્રીઓ માટે ઘરેલું હિંસા સામે રક્ષણના ઉપાયો, યોગ્ય જીવનસાથીની પસંદગી માટે માર્ગદર્શન, બાળ, કૌટુંબિક અને દિવ્યાંગ કાઉન્સેલિંગ, ડિપ્રેશન માટે કુદરતી ઉપચાર તરીકે "કલા થેરાપી" અને સંગીત અને દૃશ્ય કલાનું શિક્ષણ આપવામાં આવે છે. આ પહેલ લોકોના જીવનમાં નવી દિશા આપી શકે તેવા ઉદ્દેશથી કરવામાં આવી છે. જામનગરમાં યોજાઈ રહેલ આ તબીબી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને સર્વત્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial