Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાક.ના સેનાધ્યક્ષ કે કોઈને નોતર્યા નહીં હોવાની અમેરિકાની ચોખવટ છતાં
વોશિંગ્ટન તા. ૧૮: પાકિસ્તાનના સેનાધ્યક્ષ ફિલ્ડ માર્શલ અસીફ મુનિર સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ બંધબારણે લંચ લેવાના અહેવાલોએ ખળભળાટ મચાવ્યો છે. આ લંચ ડિપ્લોમસી ભારત માટે ઝટકા સમાન ગણાવાઈ રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે લંચ કરવા જઈ રહૃાા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ મુલાકાતે ભારતમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યારે ભારતે વૈશ્વિક મંચ પર આતંકવાદ સામે પોતાની ઝીરો ટોલરન્સ નીતિને મજબૂતીથી રજૂ કરી છે. અમેરિકા પોતે આતંકવાદથી પીડાય છે. ઘણાં પ્રસંગોએ તેના અધિકારીઓએ આતંકવાદને રક્ષણ આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે.
બીજી તરફ અમેરિકા પણ ભારતને પોતાનો વ્યૂહાત્મક ભાગીદાર કહે છે. અમેરિકા પાકિસ્તાનના આર્મી ચીફને આટલું મહત્ત્વ આપી રહૃાું હોય તો તે ભારત માટે ઝટકા સમાન ગણાશે.
પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર હાલમાં અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં રહેતા કેટલાક પાકિસ્તાનીઓએ મુનીર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ અસીમ મુનીરને ''સામૂહિક ખૂની'' ગણાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ લોકો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં થઈ રહેલા અત્યાચારો અને રાજકીય નેતાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરી રહૃાા હતા. તેમને ''કસાઇ'' તરીકેની પણ ઉપમા આપવામાં આવી હતી.
અહેવાલ મુજબ, આ એક ખાનગી લંચ છે જે બંધ દરવાજા પાછળ યોજાશે. આ સમય દરમિયાન પ્રેસને સ્થળમાં પ્રવેશવાની મંજૂરી નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પના દૈનિક જાહેર કાર્યક્રમ મુજબ, ટ્રમ્પ અને અસીમ મુનીર વચ્ચેની મુલાકાત બપોરે ૧ વાગ્યે (વોશિંગ્ટન સમય) વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં થવાની છે. પાકિસ્તાની આર્મી ચીફ તેમની યુએસ મુલાકાત દરમિયાન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથને પણ મળે તેવી અપેક્ષા છે.
મુનીરની વોશિંગ્ટન મુલાકાતના સમાચારથી ભારતમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે ૧૪ જૂને યોજાનારી યુએસ આર્મીની ૨૫૦મી વર્ષગાંઠની પરેડમાં કોઈ વિદેશી લશ્કરી નેતાને આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ હવે ટ્રમ્પ અને મુનીર વચ્ચેની મુલાકાતે નવા પ્રશ્નો ઉભા કર્યા છે.
તાજેતરમાં એક ક્રિપ્ટોકરન્સી સોદો થયો છે. આ સોદામાં ટ્રમ્પ પરિવાર સાથે સંકળાયેલી કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલનો પણ સમાવેશ થાય છે. આ સોદામાં મુનીરની સીધી સંડોવણી હોવાના અહેવાલો છે, જેના કારણે ભારત અને વોશિંગ્ટનમાં શંકા ઉભી થઈ છે. કેટલાક વિશ્લેષકો માને છે કે અમેરિકા પાકિસ્તાન સાથે આર્થિક અને સુરક્ષા સંબંધો મજબૂત કરીને મધ્ય એશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. ઈરાન -ઇઝરાયલ તણાવને ધ્યાનમાં રાખીને આ વધુ મહત્ત્વપૂર્ણ બન્યું છે. પાકિસ્તાને ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપ્યો છે.
આ બેઠક ભારત માટે ઘણા કારણોસર ચિંતાજનક છે. પ્રથમ, ભારત કાશ્મીર પર મુનીરના ઉશ્કેરણીજનક નિવેદનબાજી અને આતંકવાદને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકા અંગે ચિંતિત છે. બીજું, અમેરિકા કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂકી રહૃાું છે. ભારતે તેને વારંવાર નકારી કાઢયું છે. મુનીરની આ મુલાકાત સાથે, કાશ્મીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવી શકે છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે અને તેમાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં.
જો કે, આજે મોદી- ટ્રમ્પ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત પછી આ સંભવિત લંચના આયોજન અને તેના પરિણામો અંગે નવેસરથી અટકળો થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial