Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદના છાંટા પડતા જ વીજળી ગાયબ...
સલાયા તા. ૧૮: સલાયામાં સતત બીજા દિવસે સાંજે એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો પરંતુ પાવર કટના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો ઉભરાતી ગટરોના પાણી ઘરોમાં ઘુસી ગયા હતાં.
સલાયામાં મંગળવારે સાંજે એટલેકે બીજે દિવસે પણ સાંજે વરસાદ મનમુકીને વરસ્યો હતો. જેમા પવન સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના લીધે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.અનેક શેરીઓમાં પાણી ભરાયા હતા. હાલ સફાઈ બાબતે નગર પાલિકા દ્વારા નક્કર પગલાં નહીં ભરતા ગટરો પણ જામ હોઈ પાણી રોડ ઉપર ભરાઈ ગયા હતા.જેના લીધે અનેક ઘરોમાં વરસાદ અને ગટરના પાણી ઘૂસ્યા હતા.
રોડ ઉપર એમનેમ કચરાના ઢગલા પડ્યા હોય જે ગટરોમાં ભરાઈ જતા પાણી નિકાલ થતો નથી જેથી વરસાદી પાણી પણ ભરાઈ જાય છે. આવતા દિવસોમાં વધુ વરસાદ આવે ત્યારે હજુ પરિસ્થિતિ વણસી શકે છે. માટે નગર પાલિકા ચીફ ઑફિસર દ્વારા સફાઈ ઝુંબેશ વધુ ઝડપી કરાઈ તો લોકોને મુશ્કેલીથી બચાવી શકાય એમ છે.નહિતર લોકોને તંત્રના વાંકે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
એક તો વરસાદના છાંટા પડેને લાઈટો ગુલ થઈ જાય છે અને પાણી ભરાતા લોકો ૫ારાવાર મુશ્કેલીમાં મુકાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial