Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૩ જુન સુધીના વરસાદના વિવિધ એલર્ટ અપાયાઃ કેટલાક સ્થળે પૂરપ્રકોપ, ૧૮ના મોત, એનડીઆરએફ તૈનાત
અમદાવાદ તા. ૧૮: ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૨૭ તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ બરવાળામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબકયો છે. પુરપ્રકોપ તથા અન્ય કારણે ૧૮ના મૃત્યુ પણ થયા છે. ૨૩ જુન સુધીના વરસાદની આગાહી સાથે જુદા-જુદા એલર્ટ અપાયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી અસહૃા ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહૃાો છે. ગુજરાતમાં ગત ૨૪ કલાકમાં ૨૨૭ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામાં ૭ ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં ૬.૩ ઇંચ વરસાદ પડ્યો હતો.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં બોટાદ તાલુકામાં, સુરેન્દ્રનગરના મુળી અને જામનગરના જોડિયા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનગઢ તેમજ ભાવનગરના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પણ ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, અમદાવાદના ધંધુકા, આણંદના બોરસદ અને કચ્છના અંજાર તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૩ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
આજે (૧૮ જૂન) ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦.૪૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૯.૧૮ ટકા, કચ્છ વિસ્તારમાં ૧૭.૫૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯.૭૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫.૭૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫.૪૫ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાનાં કારણે તથા અન્ય કેટલાંક કારણોથી રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ૧૮ જેટલા નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની ૧૨ ટીમ વિવિધ જિલ્લામાં જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની ટીમ ૨૦ જિલ્લામાં ઉતારવામાં આવી છે. આ દરમિયાન બુધવારે અમદાવાદ સહિત ૮ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ, બુધવારે (૧૮ જુન) વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના ૧૦ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, ૧૮ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ૬ જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, જુનાગઢ, પોરબંદરમાં રેડએલર્ટ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમેરેલીમાં ઓરેન્જ એલર્ટ અને મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગમાં યલો એલર્ટ અપાયું છે.
આજે ૧૮ જુનના રોજ અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા જણાવાઈ રહી છે. ભાવનગર અને બોટાદમાં આજે તમામ શાળાઓમાં રજા રાખવા આદેશ કરાયો છે.
ઉત્તર ગુજરાતમાં ૫.૭૫ ટકા વરસાદ નોંધાયો
તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૩ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, તા. ૧૮ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦.૪૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૯.૧૮ ટકા, કચ્છ વિસ્તારમાં ૧૭.૫૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯.૭૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫.૭૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫.૪૫ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
અમુક તાલુકામાં ૩ થી પાંચ ઈંચ વરસાદ
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં બોટાદ તાલુકામાં, સુરેન્દ્રનગરના મુળી અને જામનગરના જોડિયા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનગઢ તેમજ ભાવનગરના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પણ ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, અમદાવાદના ધંધુકા, આણંદના બોરસદ અને કચ્છના અંજાર તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial