Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૧૮: કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબ નવી ફાસ્ટેગ યોજના હેઠળ ૩ હજાર રૂપિયામાં ૧ વર્ષની વેલિડિટી સાથે હવે કોઈપણ નેશનલ હાઈવે પર ૨૦૦ યાત્રા કરી શકાશે. આ નિયમ ૧૫ ઓગસ્ટથી લાગુ થશે.
કેન્દ્ર સરકાર ૧૫ ઓગસ્ટથી ટોલ પ્લાઝા પર વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. આ માટે લોકોએ ૩૦૦૦ રૂપિયાનો પાસ લેવો પડશે જે એક વર્ષ અથવા ૨૦૦ ટ્રિપ માટે માન્ય રહેશે. આ પાસ ખાસ કરીને ફક્ત ખાનગી વાહનો (કાર, જીપ, વાન વગેરે) માટે બનાવવામાં આવ્યો છે. આ સુવિધા કોઈપણ વાણિજ્યિક વાહન માટે નથી. આ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી છે. તેમના એકસ પોસ્ટમાં જણાવ્યું હતું કે વાર્ષિક પાસના એક્ટિવેશન અને રિન્યૂએબલ માટે જલદી જ રાજમાર્ગ યાત્રા એપ અને એનએચએઆઈ/ એમઓઆરટીએચની વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે પ્રક્રિયાને સરળ બનાવશે.
આ જાહેરાતથી નિયમિત ધોરણે મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકોને લાભ થશે. ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે. જેની કિંમત રૂ. ૩૦૦૦ છે. આ નવો વાર્ષિક પાસ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં મુકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial