Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પે શરણાગતિ સ્વીકારવાની ચેતવણી આપતા ઈરાનના સુપ્રિમ લીડર
તહેરાન તા. ૧૮ ઈરાનના સુપ્રિમ લીડર અલી ખામેનાઈએ અમેરિકાની ચેતવણી સામે ખૂલ્લો પડકાર ફેંકીને યુદ્ધનું એલાન કરી દીધું છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ હવે યુદ્ધમાં પરિણમ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ યુદ્ધમાં ઝંપલાવવા માટે તલપાપડ થવાની સાથે જાણે કોઈ બહાનું શોધી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે અમે ઈરાનને સીધું આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી દીધી છે. ઈરાનના સંપૂર્ણ એરસ્પેસ પર હવે અમારો કબજો છે. ત્યારે આ દરમ્યાન ટ્રમ્પની ધમકી છતાં ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર ભયાનક મિસાઈલ હૂમલા કર્યા.
ઈરાને આ વખતે હાઈપરસોનિક મિસાઈલ વડે ઈઝરાયલમાં તબાહી મચાવી હતી. જેના કારણે ઈઝરાયલમાં મૃત્યુ આંક પણ ૨૪ ને પાર થઈ ગયો છે જ્યારે ઈજાગ્રસ્તોનો આંકડો ૬૩૧ ની નજીક છે. ઈઝરાયલને આ હૂમલાઓને કારણે મોટું નુકસાન થયું છે. ઈરાને ઈઝરાયલ પર હૂમલો કરવા માટે ફતાહ-૧ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.
ઈરાની સમાચાર એજન્સીઓ અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે તેલ અવીવની આસપાસના વિસ્તારોને ખાલી કરવાની ચેતવણી જારી કરી છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કહેવું છે કે ઈરાનની ફતાર મિસાઈલો ઈઝરાયલના સંરક્ષણ ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી, જેનાથી તેને ઈઝરાયલના હવાઈ ક્ષેત્ર પર 'સંપૂર્ણ નિયંત્રણ' મળ્યું હતું.
ઈરાનના સુપ્રિમ લીડર આયતુલ્લાહ અલી ખામેનાઈએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ઈઝરાયલને ધમકાવતા યુદ્ધનું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું કે યહૂદીઓની સરકારને અમે બતાવી દઈશું. તેમના પર કોઈ દયા નહીં બતાવવામાં આવે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial