Advertisement
Author: નોબત સમાચાર

પીજીવીસીએલની નગરસીમ કચેરીએ રાત્રે વીજ ધાંધિયાની રજૂઆત માટે ટોળુ એકત્ર

પ્રિ-મોન્સુન કામગીરીની વાતો માત્ર વડા સાબિત થઈઃ લોકરોષ પ્રજ્વળ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગરના નગરસીમ વિસ્તારમાં આવેલા લાલવાડી અન્નપૂર્ણા સર્કલ તેમજ રણજીતસાગર રોડ પરની કેટલીક સોસાયટીઓમાં ગઈકાલે વીજ ધાંધિયા થતાં લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગઈરાત્રે અગિયારેક વાગ્યે રણજીતસાગર રોડ પર યુવા પાર્ક સામે આવેલી પીજીવીસીએલની નગરસીમ કચેરીએ કેટલાક મહિલાઓ ટોળુ રજૂઆત માટે આવી પહોંચ્યું હતું. તેઓએ આ કચેરીના ઈજનેર ફોન ન ઉપાડતા હોવાની અને છેલ્લા ચાર કલાકથી વીજળી ન હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરીનું સત્ય બહાર આવી જવા પામ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh