Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શક પડતા અન્ય બે બાઈક પણ ઝબ્બેઃ
જામનગર તા. ૧૮: જામનગરમાંથી જુદા જુદા સમયે ચાર બાઈકની ચોરી કરનાર બે શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. ચાર ચોરાઉ બાઈક તથા બે અન્ય બાઈક મળી કુલ રૂ.૧ લાખ ૨૦ હજારના છ બાઈક પોલીસે કબજે કર્યા છે. બંને શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ કરાઈ છે.
જામનગરના જુદા જુદા વિસ્તારમાંથી ચાર આસામીના તાજેતરમાં મોટરસાયકલ ચોરાઈ ગયા હતા. તે ચોરી અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ એમ.બી. ડાભીના વડપણ હેઠળ તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે જે સ્થળેથી મોટરસાયકલની ચોરી થઈ હતી. ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા ઉપરાંત પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરા પણ ચેક કરતા બે શખ્સના સગડ મળ્યા હતા. આ શખ્સો પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા ગોલ્ડન સિટી નજીકના સાત નાલા પાસે ચોરાઉ બાઈક સગેવગે કરી રહ્યા હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી પોલીસ ટીમે ઢીંચડા રોડ પર તિરૂપતિ સોસાયટી નજીક વસવાટ કરતા બાબુભાઈ જેઠાભાઈ ઢચા અને ઢીંચડા ગામના દીપરાજ નાથાભાઈ માતંગ નામના બે શખ્સને દબોચી લીધા હતા.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ જીજે-૧૦-એડી ૨૦૧૬, આરજે-૧૩-એસએસ ૩૧૭૮, જીજે-૧૦-એએસ ૩૦૨૯, જીજે-૧૦-એએ ૮૩૬૨ નંબરના ચાર ચોરાઉ મોટરસાયકલ કાઢી આપવા ઉપરાંત જીજે-૧૦-આર ૩૦૧૦ નંબરનું એક અન્ય હીરો બાઈક તથા નંબર પ્લેટ વગરનું એક બાઈક કાઢી આપ્યું છે.
આ શખ્સોએ ચાર વાહન ચોરીની કબૂલાત કરી છે. પોલીસે ચોરાઉ વાહન તથા શક પડતા બે અન્ય બાઈક મળી છ બાઈક કબજે કર્યા છે અને બંને શખ્સને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial