Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં
જામનગર તા. ૧૮: જામનગર શહેર અને જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન ૧ થી સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ મહેર થઈ છે. જામનગર જિલ્લાના જોડીયામાં સાડા પાંચ ઈંચ, જામનગર શહેરમાં ૨ ઈંચ, ધ્રોલ અને કાલાવડમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં ગઈકાલે સતત બીજા દિવસે પણ મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં એક થી સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમુક તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસી જતાં ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે.
સૌથી વધુ જોડીયા પંથકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસનાં અસહૃા ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થયા પછી ખાસ કરીને પરમદિને રાત્રિ થી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો હતો, ત્યારબાદ ગઈકાલે પણ સમગ્ર દિવસ દરમિયાન શહેર જિલ્લામાં મેઘ વૃષ્ટિ ચાલુ રહી હતી, જેથી શહેરીજનો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે સતત બીજા દિવસે ધાબળીયા અને વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે બપોરે વરસાદ અમુક તાલુકામાં શરૂ થયો હતો, આ પછી દિવસભર ચાલુ રહૃાો હતો, અને જોડિયા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નદીનાળામાં પૂર આવ્યા હતા.
જામનગર જિલ્લામાં આજે સવારે ૮ વાગ્યે પૂરા થાં ર૪ કલાક દરમ્યાન જામનગર શહેરમાં ૪૪ મી.મી., જોડીયામાં ૧૩૩ મીમી, ધ્રોલમાં ૩૫ મીમી, કાલાવડ ૩૪ મીમી, લાલપુરમાં ૧૬ મીમી અને જામજોધપુરમાં ર૧ મીમી વરસાદ વરસ્યો છે. પરમદિને સાંજે જામનગર શહેરમાં છાંટા શરૂ થયા પછી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે રાત્રિ ભરમાં એક ઈંચ જેટલો વરસ્યો હતો. ત્યારબાદ જામનગર શહેરમાં ગઈકાલે પણ દિવસ દરમિયાન પોણા બે ઇંચ થી વધુ પાણી વરસી જતાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ મી.મી. એટલે કે બે.ઇંચ પાણી વરસી ગયું છે. જોડીયામાં ગઈકાલે દિવસ દરમ્યાન સાડા પાંચ ઈંચ વરસદ વરસી ગયો હતો. જોકે આજે દિવસ દરમિયાન મેઘરાજાએ વિરામ રાખ્યો છે મી.મી. એટલે કે ચાર ઇંચ વરસી જતા છેલ્લા ૨૪ કલાકમાં જોડીયામાં ૧૩૩ મી.મી. એટલે કે લગભગ સાડા પાંચ ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત ધ્રોલમાં પોણા બે ઇંચ, કાલાવડમાં પણ પોણા બે ઇંચ, લાલપુરમાં એક ઇંચ અને જામજોધપુરમાં એક ઇંચ વરસાદ થયો છે.
વીજળી પૂરવઠો ખોરવાયો
જામનગર શહેરમાં વરસાદનાં ચાર છાંટા વરસ્યા હતાં ત્યાં જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેવી જ રીતે અનેક વિસ્તારની સ્ટ્રીટ લાઈટો પણ બંધ થઈ જવા પામતાં શહેરના કેટલાક વિસ્તારમાં અંધારા ફેલાયા હતાં. ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે ચાર છાંટા વરસતા જ લાઈટો ગુલ થઈ ગઈ તો પ્રિ-મોન્સુન કામગીરીમાં શું કર્યું ? તેમાં ખર્ચાયેલા લાખો રૂપિયા ખરેખર ખર્ચાયા કે પછી ...? જો કે ધીમી ધીમે મરામત કામગીરી હાથ ધરવામાં આવતાં વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
જામનગર જિલ્લાના વસઈમાં ૮ મીમી, લાખાબાવળમાં ૨ર મીમી, મોટી બાણુંગારમાં ૭૦ મીમી, ફલ્લામાં ૪૧ મીમી, જામ વંથલીમાં ૫૫ મીમી, મોટી ભલસાણમાં ૫૦ મીમી, અલીયાબાડામાં ૭૫ મીમી અને દરેડમાં ૨૫ મીમી, જોડીયા તાલુકાના હડીયાણામાં ૫૦ મીમી, બાલંભામાં ૩૩ મીમી અને પીઠડમાં ૪૦ મીમી, ધ્રોલ તાલુકાનાં લતીપુરમાં ૨૫ મીમી, જાલીયા દેવાણીમાં ૪૫ મીમી, લૈયારામાં ૨૨ મી.મી., કાલાવડ તાલુકાનાં નિકાવામાં ૭ મીમી, ખરેડીમાં ૬ મીમી, મોટા વડાળામાં ર૦ મીમી, ભલસાણ બેરાજામાં ૩૦ મીમી, નવાગામમાં ૨ મીમી અને મોટા પાંચ દેવડામાં ૩ર મી.મી, જામજોધપુર તાલુકાનાં સમાણામાં ર૧ મીમી, શેઠ વડાળામાં ૦૫ મીમી, જામવાડીમાં ૧૪ મીમી, વાંસજાળીયામાં ૨૦ મીમી, ધુનડામાં ૬ મીમી, ધ્રાફામાં૧૬ મીમી, પરડવામાં ર૩ મીમી, લાલપુર તાલુકાનાં પીપરટોડામાં ૧૯ મીમી, પડાણામાં ૬ મીમી, ભણગોરમાં ૮ મીમી, મોટા ખડબામાં ૧૭ મીમી, મોડપરમાં ૧૩ મીમી અને હરીપરમાં ૩૨ મીમી વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial