Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે શખ્સે ઈન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે ફોટા મૂકતા કરાઈ ફોજદારી કાર્યવાહી

સાયબર ક્રાઈમ પોલીસ સતત એલર્ટ મોડમાં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના બે શખ્સે પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર હથિયારો સાથે પડાવેલો ફોટો મૂકી વાયરલ કરતા તે બંને સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકના કર્મચારીએ ખુદ ફરિયાદી બની જાહેરનામા ભંગ અંગે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. ત્રણેય હથિયાર કબજે કરાયા છે.

જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. વાંધાજનક પોસ્ટ વાયરલ કરતા તત્ત્વો અને હથિયારો સાથેના ફોટા સોશિયલ મીડિયા પર મૂકી સીનસપાટા કરતા શખ્સોને વારાફરતી અટકાયતમાં લેવાઈ રહ્યા છે.

તે દરમિયાન ઈન્સ્ટાગ્રામ નામની સોશિયલ મીડિયાની સાઈટ પર જામનગરના એક શખ્સે એક હાથમાં ડબલ બેરલની ગન તથા બીજા હાથમાં પિસ્તોલ રાખી પોતાનો ફોટો વાયરલ કર્યાે હોવાનું જણાઈ આવતા આ આઈડી અંગે તપાસ કરાતી હતી. તે આઈડી જામનગરના મયુરનગર વિસ્તારમાં રહેતા શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે શિવા નામના શખ્સની હોવાનું જણાઈ આવતા સાયબર ક્રાઈમના પીએસઆઈ પી.વી. ગોહિલની સુચનાથી એએસઆઈ બી.એ. જાડેજાએ ખુદ ફરિયાદી બની શિવરાજસિંહ જાડેજા સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

તે જ રીતે એક બીજા ઈન્સ્ટાગ્રામ આઈડી પર પણ એક શખ્સ હાથમાં એરગન રાખી ફોટો પડાવતો જણાઈ આવતો હતો. તેની કરાઈ રહેલી તપાસમાં જામનગર નજીકના વિભાપર ગામમાં હાર્ડવેરનો વ્યવસાય કરતો મીત રાજેશભાઈ પણસારા નામનો શખ્સ ઓળખાઈ આવ્યો હતો. તેની સામે પણ એએસઆઈ બી.એ. જાડેજાએ ખુદ ફરિયાદી બની જાહેરનામા ભંગ અંગે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh