Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધમાં ઝંપલાવવા થનગની રહેલા અમેરિકાએ
વોશિંગ્ટન તા. ૧૮: ઈરાનને આત્મસમર્પણની ધમકી આપનારા અમેરિકાએ ૩૦ ફાઈટર જેટ યુરોપ મોકલીને ઈરાનના પરમાણુ મથકો પર પ્રચંડ હુમલાની તૈયારી શરૂ કરી હોય તેવા સંકેતો મળી રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અમેરિકા ઈરાનને ઝૂકાવવા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહૃાું છે. પરંતુ ઈરાન આત્મસમર્પણ કરવા ટસનું મસ થઈ રહૃાુ નથી. ઈરાનના આ વલણને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ યુરોપમાં આશરે ૩૦ ફાઈટર જેટ મોકલ્યા છે. જેનો ઉપયોગ અમેરિકાના સૈન્ય મથકોની રક્ષા કરનારા ફાઈટર જેટની સહાયતા માટે કરવામાં આવશે. જે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કોઈપણ સંભવિત હુમલામાં સામેલ ફાઈટર જેટની મદદ કરશે. અમેરિકાના ફાઈટર જેટની અવરજવર વધતાં સંકેતો મળી રહૃાા છે કે, અમેરિકા આ યુદ્ધમાં ઝંપલાવવા માટે સજ્જ છે.
અમેરિકાએ પોતાનું એક એરક્રાફ્ટ કેરિયર - યુએસએસ નિમિત્જ પણ દક્ષિણ ચીન દરિયાથી મધ્ય-પૂર્વ તરફ મોકલ્યું છે. નિમિત્જ એરક્રાફ્ટ કેરિયર ફાઈટર જેટની એક ટુકડી લઈ ગયુ છે. અનેક ગાઈડેડ એન્ટી મિસાઈલ તેને સુરક્ષા પ્રદાન કરી રહી હતી.
અમેરિકાના કમાન્ડર્સે યુએઈ, જોર્ડન અને સાઉદી અરેબિયા સહિત મધ્ય-પૂર્વમાં સૈન્ય મથકો પર અમેરિકન સૈનિકોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે, મધ્ય-પૂર્વમાં અમેરિકાના ૪૦,૦૦૦થી વધુ સૈનિક તૈનાત છે.
ઈરાનને અમેરિકાની આ યુદ્ધમાં દખલગીરીની જાણ હોવાથી તેણે અગાઉથી જ મધ્ય-પૂર્વમાં અમેરિકાના મથકો પર હુમલો કરવા મિસાઈલો તૈયાર કરી છે. ઈરાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો અમેરિકા આ યુદ્ધમાં સામેલ થશે, તો અમે હોર્મુજ જલડમરૂમાં લેન્ડમાઇન્સ લગાવવાનું શરૂ કરી શકીએ છીએ. હોર્મુજ જલડમરૂ એ મધ્ય પૂર્વમાં સ્થિત એક સાંકડો, વ્યૂહાત્મક જળમાર્ગ છે, જે ઈરાનને અરબી દ્વીપકલ્પથી અલગ કરે છે. ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના સ્થળો પર હુમલો કરવા મિસાઈલ અને અન્ય સૈન્ય ઉપકરણો તૈયાર કર્યા છે.
ઉલ્લ્ેખનિય છે કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છ દિવસથી યુદ્ધ ચાલી રહૃાું છે. ઈરાને તેલ અવીવમાં હાઈપરસોનિક મિસાઈલ વડે હુમલો કર્યો છે. જેમાં ઈરાને હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જેમાં ઈઝરાયલના ૨૪ લોકો માર્યા ગયા છે. બીજી બાજુ ઈઝરાયલ પણ તહેરાન સહિતના વિસ્તારોમાં મોટાપાયે હુમલા કરી રહૃાું છે. ઈઝરાયલના હુમલામાં ઈરાનના ૫૮૫ લોકો માર્યા ગયા છે. અને ૧૩૨૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈરાનના અનેક ટોપ કમાન્ડર માર્યા ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial