Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકાનો રિપેરીંગના બહાને ગરીબોને અન્યાય
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા પાલિકામાં વર્ષોથી જુની શાકમાર્કેટ મેઈન રોડ બજારમાં પાલિકાની માલિકીની માર્કેટમાં રૂ. ૬૦ લેખે મહિને એક ગાળાનું ભાડું લેવાતું, તે ગાળા રિપેરીંગ કરવાના બહાને પંદરસો મહિને કરવા હિચલાલ થતાં ગાળાધારકોમાં ભારે રોષની લાગણી છવાઈ છે.
શાકમાર્કેટમાં ૨૫ ફુટના ગાળા હોય તેનું ભાડું રૂ. ૧૫૦૦ નક્કી કરાતા ફૂટના ૬૦ રૂપિયા મહિને થયા. નવાઈની વાત એ છે કે નગર ગેઈટ, ચારરસ્તા, જોધપુર ગેઈટ જેવા ક્રીમ એરિયા કે જ્યાં દુકાનો કરોડ કરોડની ગણાય ત્યાં પાલિકા ભાડા પટ્ટાના ફૂટે મહિનાના પાંચ રૂપીયા લે છે તો આ ગરીબો પર અન્યાય કેમ ?
ખંભાળીયા નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકો અહીં પોતાના વાડી ખેતરમાંથી શાક બકાલું લાવી વેચે છે. પાલિકા અહીં ભાડું ઉઘરાવે છે પણ અહીં નિયમિત સફાઈનું ધ્યાન રાખવા વ્યક્તિ નથી, સમારકામ પણ વર્ષો પછી ૨૫/૩૦ વર્ષે અહીં થાય છે ત્યારે પાલિકા પોતે ફૂટના પાંચ રૂપિયા લે છે તો અહીં ૬૦ રૂપીયા કરતા નાના ગરીબ ધંધાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે, કે નાના લોકો પર આવો અત્યાચાર કેમ ?
પાલિકાએ પ્રોપર ભાડા વધારી આવક કરવી હોય તો ક્રીમ એરિયાની મિલકતોના ભાડા વધારવા જોઈએ, પણ ત્યાં 'મોટા માથાં' નડે છે, ગાળા ધારકો ૧૫૦૦ ભાડું ના હોય તેમ કહેવા જતા પાલિકાતંત્ર દ્વારા જંત્રી પ્રમાણે છે તેમ કહેવાયું તો ઢગલાબંધ કરોડોની જમીનો ભાડા પટ્ટે પાલિકા આપેલ છે તેમાં જંત્રી પ્રમાણે કેમ નહી ? તેનો પણ પ્રશ્ન જાગૃત ગાળા ધારકો દ્વારા કરવામાં આવ્યા. સાથે આ અન્યાયી મુદ્દે લડતનાં મંડાણ થતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial