Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકપ્રિય મહિલા નેતા પર જન્મદિન પર શુભેચ્છા વર્ષા
જામનગર તા. ૧૯ : જામનગર શહેર ભાજપના નવનિયુક્ત પ્રથમ મહિલા અધ્યક્ષ બીનાબેન અશોકભાઇ કોઠારી સંગઠ્ઠન સાથે વર્ષોથી જોડાયેલા છે, અને જનતા તથા ભાજપના કાર્યકરોમાં એકસમાન લોકપ્રિય છે. સાથો સાથ શહેર ભાજપનું સંગઠ્ઠન ચલાવવામાં તેઓ પાસે વહીવટી કુશળતા પણ છે. જેને લઈને પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.
બીનાબેન શહેરમાં નરેન્દ્ર હાઉસ, પંચવટી ગૌશાળા ૫ાસે પરિવાર સાથે વર્ષોથી વસવાટ કરે છે. તેમનો જન્મ તારીખ ૧૯-૪-૧૯૬૯ના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના લતીપર ગામમાં થયો હતો. તેમણે પોલિટિક્સ સાયન્સમાં બી.એ. નો અભ્યાસ કર્યો છે.
તેઓ સામાજિક ક્ષેત્રે પણ અનેક જવાબદારીઓ વહન કરે છે. અથવા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલા છે.
આર.એસ.એસ. સાથે તેઓનો સમગ્ર પરિવાર વર્ષોથી સંકળાયેલ છે. તેમજ વિધોત્તેજક સંસ્થા, સેવા ગ્રુપ ઓફ પારસધામ વગેરે સંસ્થાઓ સાથે પ્રત્યક્ષ જોડાયેલા છે.
તેમણે કોરોનાકાળમાં આરોગ્યની સેવા અંગે વિવિધ ક્ષેત્રના તબીબો સાથે સંકલન કરી સફળ અને અસરકારક કામગીરી કરી હતી.
તેઓની રાજકીય કારકિર્દી પર નજર કરવામાં આવે તો સૌ પ્રથમ જમીની કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નં.૫માં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હતી. ત્યારપછી ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ તેમજ મહામંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવી હતી. તે ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે ૫(પાંચ) વર્ષની જવાબદારી નિભાવી હતી.
તેઓ ૨૦૧૫ માં પ્રથમવાર વોર્ડ નં.૫ માં ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. હાલ તેઓ બીજી ટર્મમાં પણ ચૂંટાઈને કોર્પોરેટર તરીકે સેવારત છે. તદ્ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે જવાબદારી નિભાવી હતી. સાથો સાથ આરોગ્ય સમિતિ અને ગાર્ડન સમિતિનાં ચેરપર્સન તરીકે પણ જવાબદારી નિભાવી છે.
તેમણે ગત તા.૧૩-૦૩-૨૧ થી તા.૧૨-૦૯-૨૦૨૩ સુધી જામનગર મહાનગર પાલિકામાં મેયર તરીકેની જવાબદારી પણ ખૂબજ સફળતા પૂર્વક નિભાવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તેઓની ગત તા.૦૬-૦૩-૨૦૨૫ના જામનગર શહેર ભાજપના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. જેને ચોમેરથી આવકાર મળી રહૃાો છે.
આજે બીનાબેન (મો. (૯૪૨૭૨ ૪૦૬૦૩) જન્મદિન હોય સંગઠન તથા જનતા દ્વારા તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial