Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેઈનકિલર્સ, ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ અને ડાયાબિટીસ વિરોધી દવાઓ સહિત
નવી દિલ્હી તા. ૧૯: દેશની દવા નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) એ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દવા નિયંત્રકોને ૩પ અપ્રુવ્ડ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન દવાઓ (એફડીસી દવાઓ) ના ઉત્પાદન, વેંચાણ અને વિતરણને તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પીટીઆઈના સમાચાર અનુસાર આ દવાઓમાં પેઈનકિલર્સ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ અને ડાયાબિટીસ વિરોધી દવાઓનો સમાવેશ થાય છે. સીડીએસસીઓ એ નિયમની જોગવાઈઓનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. એફડીસી એવી દવાઓ છે જેમાં ચોક્કસ ગુણોત્તરમાં બે કે તેથી વધુ સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોનું મિશ્રણ હોય છે. સમાચાર અનુસાર સીડીએસસીઓ એ આ સૂચનાઓ ત્યારે આપી છે જ્યારે તેને જાણવા મળ્યું કે કેટલાક એફડીસી દવાઓને સલામતી અને અસરકારકતાના પૂર્વ મૂલ્યાંકન વિના ઉત્પાદન, વેંચાણ અને વિતરણ માટે લાઈસન્સ આપવામાં આવ્યું છે. જે જાહેર આરોગ્ય અને સલામતી માટે ગંભીર ખતરો છે. ૧૧ એપ્રિલના લખેલા પત્રમાં, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ડો. રાજીવ રઘુવંશીએ જાન્યુઆરી ર૦૧૩ માં તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલ પત્રનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ડીસીજીઆઈની યોગ્ય મંજુરી વિના દેશમાં નવી દવાની વ્યાખ્યા હેઠળ આવતી એફડીસી દવાઓના વેંચાણ ઉત્પાદન લાઈસન્સ આપવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સંબંધિત રાજ્ય લાઈસન્કિંગ સત્તાવાળાઓને સમયાંતરે અનેક પત્રો જારી કરવામાં આવ્યા છે. જે લોકોએ અમાન્ય એફડીસીના ઉત્પાદન અને માર્કેટીંગને મંજુરી આપી છે તેમના પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ગત્ ફેબ્રુઆરી માસમાં જારીકરાયેલા એક પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ડિરેક્ટોરેટના ધ્યાનમાં આવ્યું છે કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ હેઠળ એનડીસીટી નિયમો ર૦૧૯ ની જોગવાઈઓ અનુસાર કેટલીક એફડીસી દવાઓને લાઈસન્સ આપવામાં આવ્યું નથી. આ જારોગ્ય અને સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરે છે. પત્રમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે આવા બિનમંજુર એફડીસીએસની મંજુરી દર્દીની સલામતી સાથે ચેડાં કરે છે અને વૈજ્ઞાનિક માન્યતાના અભાવે પ્રતિકૂળ દવા પ્રતિક્રિયાઓ, દવાની ક્રિયાપ્રતિક્રિયાઓ અને અન્ય સ્વાસ્થ્ય જોખમી તરફ દોરી શકે છે. ઉત્પાદકોને કારણદર્શક નોટીસ જારી કરતી વખતે તેમણે જણાવ્યું છે કે, આ લાઈસન્સ સંબંધિત ડ્રગ લાઈસન્સિંગ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતાં અને તેમણે કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. પત્રમાં જણાવાયું છે કે, આના પરિણામે દેશભરમાં ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ હેઠળ એનડીસીટી નિયમો, ર૦૧૯ ની જોગવાઈઓનો સમાન અમલ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial