Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા
દ્વારકા તા. ૧૯: દ્વારકા નજીક વાચ્છુ ગામમાં વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા ધારાસભ્ય પબુભા માણેકના માર્ગદર્શન હેઠળ હનુમાન જયંતિના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પંચમુખી હનુમાન મંદિરમાં નૂતન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, હનુમાન ચરિત્ર કથા, મહા પ્રસાદ તથા લોકડાયરાનો કાર્યક્રમ યોજાયા હતા. બદ્રીનાથધામના સંત બાલક યોગેશ્વરદાસજીની ઉપસ્થિતિમાં ચાર દિવસ માટે કાર્યક્રમો યોજાયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી દરરોજ હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરાયું હતું. લોક સાહિત્યકાર રાજભા ગઢવી, અનુભા ગઢવીએ લોકડાયરાનો કાર્યક્રમ રજુ કર્યો હતો. લોકડાયરામાં ભારતીય નોટો તેમજ વિદેશી ચલણની નોટોનો વરસાદ વરસ્યો હતો. આ ધાર્મિકોત્સવ પ્રસંગે રાજકિય આગેવાનો, સંતો-મહંતો, વિવિધ જ્ઞાતિના વડીલો, ક્ષત્રિય વાઘેર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial