Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા 'સેવા આનંદ ગ્રુપ'ની જલસેવાને બિરદાવતું જિલ્લા ભાજપ

સતત નવ ઉનાળાથી પ્રશંસનિય સેવા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયામાં વિનાયક સોસાયટી, રેલવે ફાટક પાસે બાપા સીતારામની મઢુલી પાસે સેવા આનંદ ગ્રુપ ખંભાળિયા દ્વારા ઉનાળાના સમયે સત નવ વર્ષથી જલસેવા કરાય છે, ખૂબ જ આવકારદાયક બની છે.

દાતાઓના સહયોગથી રોજ વીસ લીટરના ૧૮૦ થી ર૦૦ જગ ઠંડુ પાણી લોકોને અપાય છે. જામનગર રોડ પર જતા-આવતા તમામ વાહનોમાં મુસાફરોને ઠંડુ પાણી તથા વાર-તહેવારે છાશ તથા શરબત પણ અપાય છે. જેનો લાભ રોજ આઠ-દસ હજાર લોકો લે છે.

તાજેતરમાં દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં આ સેવાકીય પ્રવૃત્તિ કરતા સ્વયં સેવકો દુલા મારાજ, ભીખુભા જાડેજા, પ્રભુદાસ પુરોહિત, રણજીતસિંહ જાડેજા, રામદેવસિંહ ગોહિલ, વિજયભાઈ ગોસ્વામી, ઘનશ્યામસિંહ જાડેજા, જોરૂભા ચુડાસમા, કાંતિભાઈ કણઝારિયા, અમૃતલાલ જોી, ભાવેશભાઈ પ્રજાપતિ, કૌશિકભાઈ રાઠોડ, અશ્વિનભાઈ ચોપડા, મનિષાબેન પટેલ, ગોવિંદભાઈ ભારડિયા, પ્રવિણભાઈ ત્રિવેદી, ગોવીંદભાઈ સગર વિગેરેની ટીમને દ્વારકાધીશના ઉપરણા ઓઢાડી સન્માનિત કરી માનવસેવાની પ્રવૃત્તિને બિરદાવાઈ હતી.

ભાજપના આગેવાનો મયુરભાઈ ગઢવી, ધીરૂભાઈ ટાંકાદેરા, મીલનભાઈ કિરતસાતા, હસમુખભાઈ ધોળકિયા, મુકેશભાઈ કાનાણી, અશોકભાઈ કાનાણી, મોહનભાઈ મોટાણી, કરસનભાઈ જોડ, રેખાબેન ખેતિયા, માનભા જાડેજા, સી.એલ. ચાવડા, જીતુભાઈ ગઢવી, કિરીટભાઈ ખેતિયા, રાણાભાઈ ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh