Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીંક ઓપન કરતા જ આસામીના ખાતામાંથી ઉપડ્યા અડધો લાખ:
આરોપી ઝડપાઈ ગયો
જામનગર તા.૧૯ : ઓખામંડળના મીઠાપુરમાં વસવાટ કરતા એક આસામીને વોટ્સએપમાં આવેલી અજાણી ફાઈલ ઓપન કરાતા જ બેંક ખાતામાંથી રૂપિયા અડધા લાખની ઉચાપત થઈ હતી. તેની ફરિયાદ અન્વયે સાયબર ક્રાઈમ પોલીસે નવી મુંબઈના એક શખ્સને દબોચી લીધો છે. આ શખ્સ પોતાની બનાવેલી એપની લીંક મોકલી નાગરિકોના બેંક ખાતા ખાલી કરતો હોવાનું બહાર આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં રહેતા જીવાભા માંડણભા કેર નામના આસામી ને ગઈ તા.૫ ફેબ્રુઆરીના દિને વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં ટ્રાન્સપોર્ટ મોલ નામની એપીકે ફાઈલ આવી હતી. તેણે ઓપન કરતા જ જીવાભાના બેંક ખાતામાંથી રૂ.૫૦ હજાર ઉપડી ગયા હતા. આ બાબતની તેઓએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તેની તપાસ પીઆઈ વી.કે. કોઠીયાએ શરૂ કર્યા પછી ટેકનિકલ એનાલિસીસ કરાતા આરોપીના સગડ નવી મુંબઈના એરોની વિસ્તારમાં નીકળ્યા હતા. ત્યાં ધસી ગયેલી સાયબર ક્રાઈમની ટીમે સેક્ટર-૪માં ડિજીટલ માર્કેટીંગ કરતા લલીત નવારામ પટેલ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે એપીકે ફાઈલ મોકલી જીવાભા ના મોબાઈલની તમામ વિગતો પ્રાપ્ત કરી લીધા પછી તેમના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધાની કબૂલાત આપી છે.
કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર આ શખ્સે એક સોફ્ટવેર તૈયાર કરી જુદા જુદા મોબાઈલમાં મોકલાવ્યા પછી તે સોફ્ટવેરના આધારે એસએમએસ, કોન્ટેક્સ, બેન્કીંગ એપ્લિકેશનની વિગતો પ્રાપ્ત કરી લઈ જે તે વ્યક્તિની જાણ બહાર તેમના બેંક ખાતામાં રહેલા પૈસામાં થી ઓનલાઈન ગિફ્ટ વાઉચર ખરીદી લઈ વર્ચ્યુઅલ કરન્સી મેળવી લીધાની કબૂલાત આપી છે. પોલીસે આ શખ્સનો એપલ કંપનીનો ફોન, એપલની મેકબુક, વાઈફાઈ રાઉટર કબજે કર્યા છે અને આરોપીને ખંભાળિયા ખસેડયો છે.
અજાણ્યા નંબર પરથી આવતી ટ્રાન્સપોર્ટ મોલ, પીએમ કિસાન યોજના, વેડીંગ જેવી એપીકે ફાઈલ ઓપન ન કરવા અને સાયબર ક્રાઈમથી સતર્ક રહેવા દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial