Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી અને મેરઠમાં વાવાઝોડા સાથે વરસાદઃ ઈમારતો ધરાશાયી થતા ૬ ના મોત

દેશના વિવિધ રાજ્યોના હવામાનમાં પલટોઃ કેટલાક રાજ્યોમાં હીટવેવઃ કમોસમી વરસાદની આગાહી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૯: દિલ્હી અને મેરઠમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા કુલ ૬ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલો છે. દેશના કેટલાક રાજયોમાં હીટવેવ તો કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જયારે કેટલાક વિસ્તારોમાં ભારે પવન, વરસાદ તથા કરા પડયા હોવાના પણ અહેવાલો છે.

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ગઈ રાત્રે ૨.૩૦ વાગ્યે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. કાટમાળમાંથી ૧૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ ૧૦ થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. એનડીઆરએફ અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે.

ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે મોડીરાત્રે લગભગ ૨:૫૦ વાગ્યે એક ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો કાટમાળમાં ફસાયેલા હતા. પોલીસના સહયોગથી બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી છે.

ગત રાત્રે દિલ્હીમાં અચાનક હવામાન બદલાઈ ગયું. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર મુસ્તફાબાદની ઇમારત પણ ધરાશાયી થઈ હતી.

બીજી તરફ ઉત્તર પ્રદેશના મેરઠમાં વાવાઝોડા અને વરસાદને કારણે અલગ અલગ સ્થળોએ બે મકાનો ધરાશાયી થયા. કાટમાળ નીચે દટાઈ જવાથી એક મહિલા અને તેની ૯ મહિનાની પુત્રીનું મોત થયું. લગભગ ૧૦ લોકો ઘાયલ થયા હતા. આજે સવારે ૩ વાગ્યે લખનૌમાં વાવાઝોડું ત્રાટક્યું. આના કારણે સેંકડો વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા. આ કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

હવામાન વિભાગે આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હીટવેવની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં પણ તીવ્ર ગરમી પડશે. આ ઉપરાંત બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદની સાથે, અહીં વાવાઝોડા અને વીજળી પડવાનું પણ એલર્ટ છે.

રાજસ્થાન અને ગુજરાત તરફથી આવતા ગરમ પવનોની અસરથી આખું મધ્યપ્રદેશ તપી રહૃાું છે. શુક્રવારે, સિઝનમાં પહેલીવાર દિવસનો પારો ૪૪ સેલ્સીયસને પાર કરી ગયો. ખજુરાહો, ગુના અને નૌગાંવ સૌથી ગરમ હતા. અહીં પારો ૪૪ ડિગ્રી કે તેથી વધુ રહૃાો. શનિવારે તાપમાનનો પારો ૪૫.૫ ડીગ્રી અને રવિવારે ૪૩.૧ ડીગ્રી સુધી પહોંચવાની ધારણા છે. ૫ જિલ્લામાં લુ ફુંકાશે.

રાજસ્થાનમાં તીવ્ર ગરમી પડી રહી છે. ૫ જિલ્લામાં પારો ૪૫ સેલ્સીયસ કે તેથી વધુ નોંધાયો હતો. જયપુર અને કોટામાં તાપમાને ૬ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. હવામાન વિભાગે આજે ૭ જિલ્લામાં તીવ્ર ગરમી માટે યલો એલર્ટ જારી કર્યું છે.

આજે પંજાબમાં વરસાદ માટે યલો એલર્ટ અને હરિયાણામાં સામાન્ય એલર્ટ છે. પટના સહિત બિહારના ૧૩ જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ છે. જો કે, બાકીના ૨૫ જિલ્લાઓમાં હવામાન સ્વચ્છ રહેશે. તીવ્ર તાપ સાથે ગરમી વધશે. આ દરમિયાન, મહત્તમ તાપમાન ૩૭ થી ૩૯ ડિગ્રી વચ્ચે રહી શકે છે. ગઈકાલથી હિમાચલ પ્રદેશમાં હવામાન ખરાબ છે. ભારે વરસાદ સાથે કરા પડ્યા. શનિવારે વરસાદ, કરા અને વાવાઝોડું માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. લોકોને સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આજે એટલે કે આજે પટના સહિત બિહારના ૧૩ જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ તમામ ૧૩ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આ દરમિયાન, પવનની ગતિ ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આગામી ૩ કલાક માટે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સિવાનમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh