Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયો

દ્વારકાના સંકીર્તન મંદિરમાં

                                                                                                                                                                                                      

દ્વારકામાં છેલ્લા સત્તાવન વર્ષથી રામનામની અખંડ જ્યોત જગાવનાર સદ્ગુરુદેવ પ્રેમભિક્ષુજી મહારાજની ચૈત્ર વદ પંચમી તા. ૧૮-૪-ર૦રપ ને શુક્રવારના પપ મી પુણ્યતિથિ મહોત્સવની સંકીર્તન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે સમુદ્ર પૂજન ૮-૩૦ કલાકે, દ્વારકાધીશની ધ્વજાજીનું પૂજન તથા અભિષેક પૂજન ૧૦-૩૦ કલાકે, ઉત્સવ આરતી બપોરે ૧ર કલાકે યોજાઈ હતી. ગુરૂપૂજન પછી બપોરે ૧ર-૩૦ કલાકે ગુરુ પ્રસાદી ગુગળી બ્રહ્મપુરી નં. ૧ મા યોજાઈ હતી. સાંજે ૬-૩૦ કલાકે બ્રહ્મલીન સમયે આરતી પછી નગર કીર્તન (શોભાયાત્રા) સંકીર્તન મંદિરથી નીકળી નગરભ્રમણ કર્યા પછી પુનઃ સંકીર્તન મંદિરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રામભક્તો ધંધા-રોજગાર બંધ રાખી જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh