Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૯: ભાણવડ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા આયોજન અને એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભાણવડ તાલુકામાં અંદાજિત ૧૨૨.૫૦ લાખના આયોજન તથા એટીવીટી અંતર્ગત રૂ. ૧૨૫ લાખના વિવિધ વિકાસ કાર્યોનું આયોજન હાથ ધરાયું હતું. આ બેઠકમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા અને ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસિથત રહ્યા હતાં.
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરા તથા ધારાસભ્ય હેમંતભાઈ ખવાની ઉપસ્થિતિમાં ભાણવડ તાલુકા પંચાયત કચેરીમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે તાલુકા આયોજન સમિતિ તથા એ.ટી.વી.ટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકોમાં કૃષિ, પશુપાલન, આરોગ્ય, શિક્ષણ, પાણી સહિતના વિભાગો માટે આયોજન સમિતિના કુલ ૧૨૨.૫૦ લાખ તથા એટિવિટી કાર્યવાહક અન્વયે રૂ.૧૨૫ લાખના વિકાસ કાર્યોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિવેકાધીન જોગવાઈ હેઠળ ફાળવેલ ગ્રાંટના ૧૫%ની મહત્તમ મર્યાદામાં સી.સી. રોડ અને પેવર બ્લોકના કામોનું આયોજન કરાયું હતું. એટિવિટી અંતર્ગતના ૩૦%ની મહત્તમ મર્યાદામાં સી.સી રોડના કામો અને ૧૫ %ની મર્યાદામાં પેવર બ્લોકના કામોનું આયોજન ઘડવામાં આવ્યું હતું.
મંત્રીએ વિકેન્દ્રિત તાલુકા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૫- ૨૬ માટેની વિવિધ વિકાસકાર્યો માટેની નવી દરખાસ્તોના તાલુકાના આયોજન અંગે સભ્યો અને અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ આયોજન સમિતિ અને એ.ટી.વી.ટી. સભ્યોને યોજનાનો લાભ સમાનતાના ધોરણે મહત્તમ નાગરિકો સુધી લાભ પહોંચે તે માટે તાકીદ કરી હતી. ઉપરાંત વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય હેમંત ખવા, તાલુકા પંચાયત પ્રમુખ રંભીબેન વાવણોટીયા, પ્રાંત અધિકારી કે.કે કરમટા, મામલતદાર અશ્વિન ચાવડા, જિલ્લા આયોજન અધિકારી આઈ.જી.પટેલ, તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બૈડીયાવદરા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial