Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ રેલવે સપ્તાહ પુરસ્કાર સમારોહ
રાજકોટ તા. ૧૯: ૭૦મો રેલવે સપ્તાહ પુરસ્કાર સમારોહમાં પશ્ચિમ રેલવેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાજકોટ ડિવિઝનને ચાર પ્રતિષ્ઠિત શિલ્ડ મળ્યા છે.
પશ્ચિમ રેલ્વેનો ૭૦મો રેલ સપ્તાહ એવોર્ડ સમારોહ બુધવાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના નરીમાન પોઈન્ટ સ્થિત યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહ દર વર્ષે પશ્ચિમ રેલ્વેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને માન્યતા આપવા માટે યોજવામાં આવે છે, જેઓ હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર રહે છે. રેલ સપ્તાહ દરમિયાન, વિવિધ શ્રેણીઓ હેઠળ ડિવિઝનો/ એકમોને કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવે છે.
આ મહત્ત્વપૂર્ણ પ્રસંગે, જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ વર્ષ ૨૦૨૪-૨૫ માટે વિવિધ ક્ષેત્રોમાં સૌથી વધુ કાર્યક્ષમ જણાતા વિભાગો અને એકમોને પ્રતિષ્ઠિત જનરલ મેનેજરની એફિશિયન્સી શિલ્ડ અર્પણ કર્યા. આ વર્ષે રાજકોટ ડિવિઝન ને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે કુલ ૪ શિલ્ડ એનાયત કરવામાં આવ્યા છે.
રાજકોટ ડિવિઝન ને મુસાફરોની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે રેલ મદદ શિલ્ડ, ઉર્જા સંરક્ષણ કાર્યક્ષમતા શિલ્ડ, કાર્મિક શિલ્ડ અને શ્રેષ્ઠ સુધારણા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર દ્વારા રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારને શિલ્ડ અર્પણ કરવામાં આવી હતી જેમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહૃાા હતા.
આ અધિકારીઓમાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (પાવર) રજની યાદવ અને સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર એ.યુ. સોલંકી શામેલ હતાં.
રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે આ સિદ્ધિ બદલ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં પણ આ જ ગતિ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા અને કહૃાું કે આ બધી પ્રતિષ્ઠિત શિલ્ડ મેળવવી એ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial