Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બદલતા સમીકરણોનો ફાયદો ભારતને મળી શકે
નવી દિલ્હી તા. ૧૯: ટ્રમ્પે ટેરિફનો 'બોમ્બ' ફોડતા ચીન સાથે વેપાર યુદ્ધ શરૂ થયું છે. બન્ને દેશો વચ્ચે આર્થિક ટકરાવની સ્થિતિથી વિશ્વભરમાં હલચલ મચી છે. પ્રભાવિત દેશો વચ્ચે સમિકરણો બની રહી છે અને ભારત-ચીન તથા ભારત અમેરિકા વચ્ચેની વાટાઘાટો પર સૌની નજર છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના રેસિ પ્રોકલ ટેરિફના નિર્ણયથી સમગ્ર વિશ્વને એકસાથે અસર થઈ છે. બર્મુંડાથી બોત્સ્વાના અને યુરોપથી ચીન સુધી, દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત થયો છે. ટ્રમ્પ સરકારનો ચીન સાથે સૌથી મોટો સંઘર્ષ રહ્યો છે. અમેરિકાના આ પગલાંનો વિરોધ કરતા બેઈજિંગે પણ બદલો લેવાના ટેરિફ લાદ્યા. આ રીતે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે.
ભારત જેવા દેશો માટે આ એક નફાકારક સોદો હોઈ શકે છે. ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. બીજી તરફ નવી દિલ્હીમાં ચીનના રાજદૂત શું ફેઈહોંગના નિવેદનોથી બેઈજિંગના વલણમાં નરમાઈનો સંકેત મળ્યો છે. આ રીતે જો બધું બરાબર રહેશે તો ટેરિફ યુદ્ધને કારણે ભારતને વધુ ફાયદો અને ઓછું નુક્સાન થશે, તેવા તારણો નીકળી રહ્યા છે.
હકીકતમાં ભારત અને ચીન વચ્ચે વેપાર ખાધ વધીને રેકોર્ડ ૯૯ ડોલર બિલિયન (રૂ. ૮,૪પ,૩૩૩ કરોડ) થઈ ગઈ છે. ભારતમાંથી તેને ઘટાડવાની સતત વાતો થઈ રહી છે, પરંતુ તે સતત વધી રહી છે. હવે ચીન દ્વારા ભારત સાથે વેપાર ખા ઘટાડવા અંગે સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ચીનના રાજદૂત શુ ફેઈહોંગે જણાવ્યું હતું કે બેઈજિંગ ભારતમાંથી આયાત વધારવા માટે તૈયાર છે. તેમણે ભારતમાં ચીની કંપનીઓ માટે ન્યાયી અને પારદર્શક વ્યવસાયિક વાતાવરણની પણ માંગ કરી છે. તમને જણાવી દઈએ કે અમેરિકા સાથે તણાવ વધ્યા પછી ચીન હવે નવા વેપાર ભાગીદારો શોધી રહ્યું છે. આવી સ્થિતિમાં તેણે ભારત સાથે વેપાર ખાધ ઘટાડવા માટે આયાત વધારવાનો સંકેત આપ્યો છે.
ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર તણાવ વચ્ચે ચીને ભારત સાથે વાતચીત કરી છે. ચીને કહ્યું છે કે તે ભારતમાંથી આવતા વધુ સારા માલનું સ્વાગત કરવા તૈયાર છે. ચીન ભારતીય વ્યવસાયોને ચીની બજારમાં રહેલી તકોનો લાભ લેવામાં મદદ મરવા પણ તૈયાર છે. આનાથી ભારતની વેપાર ખાધ ઘટાડવામાં મદદ મળશે.
અમેરિકા-ચીન વચ્ચે વધતા વેપાર તણાવ વચ્ચે બેઈજિંગે નવી દિલ્હીનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તે ભારતમાંથી વધુને વધુ પ્રીમિયમ વસ્તુઓ આયાત કરવા તૈયાર છે. તે ભારતની વેપાર ખાધ ઘટાડવા માટે ચીની બજારમાં ભારતીય વ્યવસાયોને મદદ કરવા પણ તૈયાર છે. તાજેતરના એક અહેવાલ મુજબ ભારત અને ચીન વચ્ચે વેપાર ખાધ વધીને રેકોર્ડ ૯૯.ર બિલિયન ડોલર થઈ ગઈ છે. ચીન સાથે અબજો ડોલરની વેપાર ખાધ હંમેશાં ભારત માટે ચિંતાનો વિષય રહી છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઈહોંગે કહ્યું છે કે બેઈજિંગ ભારતની ચિંતાઓ દૂર કરવા તૈયાર છે.
ચીનના રાજદૂત શુ ફેઈહોંગે પણ આશા વ્યક્ત કરી હતી કે ભારત ચીની કંપનીઓ માટે પારદર્શક અને ભેદભાવ રહિત વ્યવસાયિક વાતાવરણ પૂરૃં પાડશે. સ્પર્ધાને સંઘર્ષમાં ફેરવા ન દેવા જોઈએ તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો પડઘો પાડતા ઝુ ફેઈહોંગે કહ્યું કે સ્થિર અને સહકારી સંબંધો માટે સંવાદ ચાવીરૂપ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial