Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે એકત્ર કરાઈ રકમઃ
જામનગર તા.૧૯ : જામનગરના એક મહિલા પોલીસ કર્મચારીનું હૃદયરોગથી અવસાન થયા પછી તેમના વિયોગમાં પતિએ પણ અનંતની વાટ પકડી હતી. આ દંપતીની એકાદ વર્ષની પુત્રીએ માતા પછી પિતાનું પણ છત્ર ગૂમાવ્યું હતું તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પોલીસ અધિકારી-કર્મચારીઓએ ફાળો એકઠો કરી તેના પરિવારને સોંપતા ભાવવિભોર દૃશ્યો સર્જાયા હતા.
જામનગરના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ નામના પોલીસ કર્મચારીનું ગયા વર્ષે હૃદયરોગનો હુમલો આવી જતાં નિધન થયું હતું. આ વેળાએ તેમની પુત્રીએ માતાનું છત્ર ગૂમાવ્યું હતંંુ.
પત્નીનો વિયોગ અનુભવતા સેજલબેનના પતિ જોગેશભાઈ નકુમે પણ અનંતની વાટ પકડી હતી. તેથી એકાદ વર્ષની વયવાળી આ દંપતીની પુત્રીએ પિતાનું છત્ર પણ ગૂમાવી દીધુ હતું. આ હકીકતથી જામનગરનો પોલીસ વિભાગ હતપ્રભ બન્યો હતો અને આ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે પહેલ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી જે.એન. ઝાલા, હેડ કવાર્ટર ડીવાયએસપી વી.કે. પંડયા, પીએસઆઈ પી.આર. કારાવદરા સહિતના અધિકારીઓએ ફાળો એકત્ર કરવા માટે કમર કસ્યા પછી પોલીસ અધિકારી-કર્મચારીએ યથાશક્તિ આપેલી ફાળાની રકમ એકત્ર કરાતા તેમાં રૂ.૭ લાખ ૧૧ હજાર એકઠા થયા હતા. આ રકમ ગઈકાલે સેજલબેનના પિતા અને જોગેશભાઈના પરિવારને એસપીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial