Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે ફ્રી પ્રાણિક હિલીંગ સારવાર-જાગૃતિ કેમ્પ યોજાશે

વરિષ્ઠ વકીલ મનોજભાઈ અનડકટના નાનાભાઈ રાજેશભાઈ અનડકટને ત્યાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરમાં આવતીકાલે ફ્રી પ્રાણિક હિલિંગ સારવાર કેમ્પ તથા ફ્રી પ્રાણિક હિલિંગ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના વરિષ્ઠ એડવોકેટ મનોજભાઈ અનડકટના નાનાભાઈ રાજેશભાઈ અનડકટના નિવાસ સ્થાને પ્રિન્સ પરીસર, સ્વસ્તિક સોસાયટી, ગુરૂદત્તાત્રેય મંદિર પાછળ, તા. ૨૦ના સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી જામનગરમાં આ શિબિર યોજાશે.

ગ્રાન્ડ માસ્ટર ચોઆ-કોક-સુઈ દ્વારા નિમિત પ્રાણિક હિલીંગનો ઉપયોગ આજે દુનિયાના લગભગ દરેક દેશમાં કરવામાં આવે છે. ભારતના પણ પ્રત્યેક રાજય અને શહેરોમાં આ પદ્ધતિના ઉપચારથી બિમાર લોકોની સારવાર કરવામાં આવે છે.

આ પદ્ધતિ એટલે શું?

બીમાર વ્યકિત બીમાર જ એટલા માટે છે કે તેના શરીરના જે તે ભાગમાં પ્રાણ શકિત પહોંચતી નથી. જે ભાગમાં કે જે અવયવમાં પ્રાણશક્તિનો અભાવ થાય કે વધારો (ભરાવો) થાય તે ભાવની બિમારી આવતી હોય છે. પ્રાણિક હિલર જેતે ભાગની પ્રાણશકિતને બેલેન્સ કરે છે. આ ક્રિયાને પ્રાણિક હિલીંગ કહેવામાં આવે છે તે દૂરથી તથા વ્યકિતના સુક્ષ્મશરીર અને તેના પર આવેલા ચક્રો પર કરવામાં આવે છે તેથી હિલર કે પેશન્ટ કોઇ પણ જગ્યાએથી આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે.

કયા દર્દીમાં ઉપયોગી

કેટલાક સામાન્ય અને તાત્કાલીક સારવાર માંગતા દર્દી જેવા કે ગ્લુકોમા, સાયનસાઇટીસ, માઇગ્રેન, ટોન્સીલાઇટીસ, હાય બીપી, હાઇ કોલેસ્ટ્રોલ વગેરે ઉપરાંત તાવ, શરદી, ઝાડા, ઉલ્ટી, પડવું વાગવું દાઝવું વગેરે પર ઝડપથી અસર થાય છે. ઉપરાંત શરીરમાં રહેલા દરેક રેક તંત્રોની સારવાર પણ તેમાં થયેલ તકલીફ પ્રમાણે થઇ શકે છે.

ઇમ્યુનીટી અને ડીફેન્સ સીસ્ટમ-આંખ, નાક, કાન, ગળું-ત્વચાની સારવાર -હાર્ટ અને રકત વિસ્તરણ ટૂંકમાં દરેક પ્રકારે સારવાર શક્ય છે. -શ્વસનતંત્ર, પાચનતંત્ર, મુત્ર અને કીડની -પ્રજનનનંત્ર, નર્વસ સીસ્ટમ, મગન-એન્ડોકાઇન ગ્લેન્ડને લગતી બીમારી-અસ્થીભંગ મણકા ખસવા, ગાદી ખસવી વગેરેમાં ઉપયોગી પુરવાર થાય છે.

વધુ માહિતી માટે મો. નં. ૯૪૨૯૯ ૭૬૧૩૮, ૭૨૮૪૦ ૮૮૮૪૫, ૯૮૨૫૫ ૮૯૭૯૫નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh