Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવીઃ
જામનગર તા.૧૯ : જામનગરના એક આસામીનો રૂ.૪,૮૮,૭૦૦ના ચેક પરત અંગેના કેસમાં તથા રૂ.૧૬ લાખ ૫૦ હજારના ચેક પરતના અન્ય કેસમાં બીજા આરોપીનો છૂટકારો થયો છે.
જામનગરના હિતેન હરકિશન મોનાણી નામના સોની વેપારીએ રૂ.૪ લાખ ૮૮૭૦૦ના ચેક પરતની મહેકભાઈ ભરતભાઈ ઠક્કર સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ કપિલ વશીયર, રવિ સોલંકી, મેહુલ સોંદરવાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. જામનગરના નંદનવન પાર્કમાં રહેતા મિનલબેન દીપકભાઈ પરમારે મામાજી વાલજીભાઈ કરશનભાઈ ધ્રુવ સામે રૂ.૧૬ લાખ પ૦ હજારના ચેક પરતની ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે. આરોપી તરફથી વકીલ જયેશ કારસારીયા, પ્રવીણ માતંગ, જયદેવ કનખરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial