Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પેસ સ્ટેશનમાં બન્નેનું વજન નોંધપાત્ર રીતે ઘટયું:
નવી દિલ્હી તા. ર૩: નાસાએ સુનિતા વિલિયમ્સ માટે રેસ્ક્યૂ મિશન શરૂ કર્યું છે, અને રશિયાનું કાર્ગાે સ્પેસક્રાફટ રવાના કરાયું હોવાનું જાણવા મળે છે.
લગભગ ૬ મહિનાથી સ્પેસ સ્ટેશન પર હાજર સુનિતા વિલિયમ્સની તબિયતને લઈને ચિંતા વધી ગઈ છે. થોડા દિવસો પહેલાં સ્પેસમાંથી સામે આવેલા એક ફોટામાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું વજન નોંધપાત્ર રીતે ઘટયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે આ સમસ્યાનો સામનો કરવા માટે નાસાએ ગુરૂવારે એક સ્પેસક્રાફટ લોન્ચ કર્યું છે.
ઉલ્લેખનિય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પ જુનથી ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર છે. આટલા લાંબા સમય સુધી અવકાશમાં રહેવાના કારણે બન્નેને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમેને આ સંકંટમાંથી બહાર કાઢવા માટે નાસાએ એક ખાસ મિશન શરૂ કર્યું છે. ગુરૂવારે ભારતીય સમયાનુસાર સાંજે ૬ વાગ્યે કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી સોયુઝ રોકેટ દ્વારા નાસાનું એક અન-ફ્રડ (ક્રુ મેમ્બર વિના) એરક્રાફટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ વિમાન શનિવારે રાત્રે ૮ વાગ્યે (ભારતીય સમય મુજબ) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચશે અને ઓર્બિટીંગ લેબોરેટરીના પોઈસ્ક મોડયુલસની સ્પેસ ફેસિંગ પોસ્ટ પર ડોક કરવામાં આવશે.
નાસાએ રોસકોસમોસ કાર્ગાે સ્પેસક્રાફટ દ્વારા સ્પેસ સ્ટેશન પર હાજર એકસપિડિશન-૭ર ક્રૂ માટે ૩ ટન ખોરાક, ઈંધણ અને આવશ્યક વસ્તુઓ મોકલી છે. થોડા દિવસો પહેલા, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુનિતા વિલિયમ્સ સહિત તમામ અવકાશયાત્રીઓ માટે ખોરાકની કટોકટી છે. સ્પેસ સ્ટેશન પર બનેલી ફૂટ સિસ્ટમ લેબોરેટરીમાં તાજા ખોરાકનો પુરવઠો ઓછો થઈ ગયો હતો, જેના પછી નાસએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ૩ ટન ખોરાક આઈએસએસને મોકલ્યો હતો.
આ પહેલાં ૮ નવેમ્બરના રોજ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની એક તસવીર સામે આવી હતી જેમાં બન્નેનું વજન ઘટી ગયેલું જોવા મળે છે, ત્યાર બાદ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નાસાના સ્પેસ ઓપરેશન્સ મિશન ડિરેકટોરેટના પ્રવકતા જીમી રસેલે લોકોની ચિંતાઓનો જવાબ આપ્યો અને કહ્યું, સ્પેસ સ્ટેશન પરના તમામ નાસા અવકાશયાત્રીઓ નિયમિત તબીબી પરીક્ષાઓમાંથી પસાર થાય છે, સમર્પિત ફલાઈટ સર્જન તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરે છે અને હાલમાં તમામ સારી સ્થિતિમાં છે.
અહેવાલો અનુસાર, લાંબા સમય સુધી અવકાશમાં રહેવું શરીર માટે નુકસાનકારક છે, તેના કારણે આપણા હાડકાં નબળા પડી જાય છે અને વજન ઓછું થાય છે. એટલું જ નહીં લાંબા સમય સુધી અવકાશમાં રહેવાથી, લાલ રકતકણો ઝડપથી નષ્ટ થવા લાગે છે, આ ઉપરાંત આઈએસએસ પર રેડિયેશનનું જોખમ વધારે છે અને આંખોની ચેતા પર દબાણ આવવાથી દૃષ્ટિ પણ ખરાબ થઈ શકે છે. આવી સ્થિતીમાં અવકાશયાત્રીઓએ દરરોજ કસરત કરવી જરૂરી છે. જેથી હાડકાં અને સ્નાયુઓ પર અસર ઓછી થઈ શકે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ૮ દિવસનાં મિશન પર સ્પેશ સ્ટેશન પહોંચ્યા હતાં. પરંતુ બોઈગના સ્ટારલાઈનર એરક્રાફટમાં ટેકનિકલ ખામીના કારણે તેમનું મિશન ૮ મહિનાનું થઈ ગયું હતું. નાસાએ સલામતીના કારણોસર સ્ટારલાઈનરમાંથી બન્ને અવકાશયાત્રીઓને પરત લાવવાનો ઈનકાર કર્યાે હતો અને તેમને તેના ક્રૂ-૯ મિશનનો એક ભાગ બનાવ્યો હતો. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પ જૂનથી આઈએસએસ પર હાજર છે અને હવે તેઓ ઈલોન મસ્કના ડ્રેગન અવકાશયાન દ્વારા ફેબ્રુઆરી ર૦રપ સુધીમાં ર અન્ય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછા ફરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial