Advertisement
Author: નોબત સમાચાર

ફ્લાઈટ બે થી ચાર કલાક મોડી થાય અને ચાર કલાકથી વધુ મોડી પળે તો મુસાફરોને આપવી પડશે આ સુવિધાઓ: ડીજીસીએ

ધૂમ્મસના કારણે મોડું થાય તો ભૂખ્યા નહીં રહેવું પડે

નવી દિલ્હી તા. ર૩: ધુમ્મસના કારણે હવાઈ મુસાફરોની મુશ્કેલી ઘટાડવા માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ જો ફ્લાઈટ મોડી થાય તો નાસ્તો અને વધુ મોડી થાય તો ભોજન સંબંધિત એરલાઈન્સે કરાવવું પડશે.

ધુમ્મસની સિઝન આવવાની છે. આવી સ્થિતિમાં માત્ર ટ્રેન કલાકો મોડી દોડે છે એટલું જ નહીં, ફ્લાઈટ પણ મોડી પડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, ફ્લાઈટમાં વિલંબ થવા પર એવીએશન કંપનીઓ પેસેન્જરોને ભગવાન ભરોસે ભૂખ્યા માટે છોડી દે છે, પરંતુ હવે આવુંનહીં થાય.

કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતી ડિરેક્ટરોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અથવા ડીજીસીએએ એરલાઈન્સ પર કડક વલણ અપનાવ્યું છે.

ઉત્તર ભારતમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, જો કે હજુ સુધી ધુમ્મસ યોગ્ય રીતે સાફ થયું નથી, પરંતુ તાજેતરમાં સ્મોગના કારણે ફ્લાઈટ મોડી પડી હતી. ખરેખર આ દિવસોમાં ઉત્તર ભારતમાં ઓછી વિઝિબિલિટિના કારણે ફ્લાઈટમા વિલંબ સામાનય છે. તેને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એરલાઈન્સને આ સૂચના જાહેર કરી છે.

કેન્દ્રિય નાગરિક ઊડ્ડયન મંત્રાલયે શુક્રવારે આ મુદ્દે ડીજીસીએના નિર્ણય વિશે માહિતી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે એરલાઈન્સે ફ્લાઈટમાં વિલંબ દરમિયાન મુસાફરોને કેટલીક સુવિધાઓ આપવી પડશે. જો ફ્લાઈટ તેના નિર્ધારિત સમયથી બે કલાક મોડી પડે તો મુસાફરોને પીવાનું પાણી આપવું પડશે. જો ફ્લાઈટ બેથી ચાર કલાક મોડી પડે તો મુસાફરોને ચા-કોફી સહિત નાસ્તો આપવો પડશે. જો ફ્લાઈટ ચાર કલાકથી વધુ મોડી પડે તો તેમને ભોજન આપવું પડશે.

આ ઉપરાંત બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરીટીએ શિયાળામાં ફ્લાઈટમાં વિલંબ દરમિયાન વિમાનમાં ફસાયેલા મુસાફરોની બીજી મોટી સમસ્યાને પણ સંબોધિત કરી છે. હવે જો હવામાન કે ટેકનિકલ કારણોસર ફ્લાઈટ મોડી થાય તો મુસાફરોએ પ્લેનમાં બેસી રહેવું નહીં પડે. આ સમય દરમિયાન તેઓ સરળતાથી પ્લેનમાંથી ઉતરી શકે છે. તેઓ એરપોર્ટ પર આરામથી બેસી જશે, જ્યારે ફ્લાઈટ ટેકઓફ કરવા માટે તૈયાર હશે, ત્યારે તેઓ સરળતાથી ફરી પ્રવેશ કરી શકશે. આ માટે એક પ્રક્રિયા તૈયાર કરવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓ સાથે તેની કવાયત પણ કરવામં આવી રહી છે.

નાગરિક ઊડ્ડયન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ જોગવાઈઓનો ઉદ્દેશ્ય લાંબા સમય સુધી રાહ જોવાના સમયમાં મુસાફરોની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા મુસાફરોના અનુભવને સુધારવાનો છે. દરેક વ્યક્તિ જાણે છે કે ધુમ્મસના દિવસોમાં, મુસાફરોને કેટલીકવાર દિલ્હી એરપોર્ટ પર પ્લેનની અંદર અવિરત રાહ જોવી પડે છે, જ્યારે ધુમ્મસ સાફ થાય અને દૃશ્યતા સારી હોય ત્યારે જ ફ્લાઈટ ટેક-ઓફ કરી શકે છે. આવી સ્થિતિમાં મુસાફરોને પ્લેનની અંદર બેસી રહેવાની ફરજ પાડવામાં આવશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh