Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટીબાણુંગાર ગામ સ્થિત શ્રી ઉમિયા માતાજી મંદિરના પ્રથમ પાટોત્સવના શુભ અવસરે આજે સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના ત્રિમંદિર (લાલવાડી)થી આજે સવારે પદયાત્રનો પ્રારંભ થયો હતો. માતાજીની આરતી કરીને શ્રી ઉમાધામ સંસ્થાના પ્રમુખ વર્ષાબેન પટેલ અને ટ્રસ્ટી તથા પી.વી. ભેંસદડીયા (એડવોકેટ), ટ્રસ્ટી રાજેશભાઇ ભેંસદડીયા તેમજ સમાજના આગેવાનોએ આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. હરેશભાઇ દામજીભાઇ ભેંસદડીયા હવનના યજમાન હતાં. પદયાત્રીઓના આગમન વખતે શ્રી કુમારિકા માતાજી મંદિરેથી સામૈયું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજે સાંજે પાંચ વાગ્યે શ્રી ઉમિયા માતાજી મંદિર પરિસર (મોટી બાણુંગાર)માં રાસ ગરબા, સાંજે ૬:૩૦ વાગ્યે ભેંસદડિયા પરિવાર સંકુલ મોટીબાણુંગારમાં મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. રાત્રે ૯ વાગ્યે ભવ્ય લોકડાયરો યોજવામાં આવ્યો છે. જેમાં યોગીતાબેન પટેલ, અશોકભાઇ બારોટ અને હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ પોતાની કલા રજૂ કરશે તેમ નિમંત્રક ઉમાધામ સંસ્થાન ટ્રસ્ટ મોટીબાણુંગાર દ્વારા જણાવાયું છે. પદયાત્રાના મુખ્ય આયોજકમાં જે.ડી. કાનાણી તથા ચમનભાઇ ભેંસદડીયા તથા યુવા ટીમનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial